ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ખોટો ઉપયોગ કરવા બદલ 20 લાખ ડોલર (અંદાજે 15 કરોડ રૂપિયા)નો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર એ આરોપ સાબિત થયો કે તેમણે પોતાના ચેરિટેબલ ફાઉન્ડેશનનો ઉપયોગ પોતાના રાજકીય અને બિઝનેસ સાથે જોડાયેલા હિતોને સાધવા માટે કર્યો હતો.
એપીના રિપોર્ટ પ્રમાણે જજ સેલિયન સ્ક્રાપુલાએ ગુરૂવારના રોજ આ કેસ પર પોતાનો નિર્ણય સંભાળવાત એમ પણ આદેશ આપ્યો કે ટ્રમ્પ ફાઉન્ડેશનને બંધ કરી દેવામાં આવે અને આ ફાઉન્ડેશનના બાકી બચેલા ફંડ (અંદાજે 17 લાખ ડોલર)ને અન્ય NGOને વહેંચી દેવામાં આવે.
ન્યૂયોર્કના અટૉર્ની જનરલ લેટિટિયા જેમ્સે ગયા વર્ષે ટ્રમ્પ પર આ કેસ દાખલ કર્યો હતો. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર પર આ આરોપ મૂકયો હતો. ટ્રમ્પ અને પરિવારે ગેરકાયદેસર રીતે આ ફાઉન્ડેશનનો ઉપયોગ પોતાના વેપાર અને રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન પોતાના કેમ્પેઇન માટે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.