108 MP કેમેરાવાળો સસ્તો ફોન થશે લોન્ચ,જાણો ખાસિયતો..

Realmeએ ભારતમાં છેલ્લા ઘણા સમયમાં ઘણા નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે. કંપની એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં જ પોતાનો ફ્લેગશિપ ડિવાઈસ લોન્ચ કરવાની છે. બ્રાન્ડ 7 એપ્રિલના રોજ Realme GT Pro 2 લોન્ચ કરવાની છે. જોકે કંપની એક વધુ પ્રોડક્ટ ટીઝ કરવા જઈ રહી છે, જે ફ્લેગશિપ ડિવાઈસ તો નથી પરંતુ તેમાં ફ્લેગશિપ ફીચર્સ જરૂર મળી શકે છે. અને કંપની 108 MP કેમેરાવાળો ફોન લોન્ચ કરવાની છે. જે બ્રાન્ડની નંબર વન સીરિઝનો ભાગ હશે.

રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે Realme 9 4G સ્માર્ટફોન એપ્રિલમાં લોન્ચ થવાનો છે. આ ફોનને RMX3521 મોડલ નંબરની સાથે ઘણા સર્ટિફિકેશન સાઈટ્સ પર સ્પોટ કરવામાં આવ્યો છે. અને આ સાઈટ્સ પર લિસ્ટિંગથી સાફ છે કે આ ફોન આવનારા દિવસોમાં લોન્ચ થવાનો છે. રિયલમી 9 4જીમાં 5000 mAhની બેટરી આપવામાં આવેલી હોઈ શકે છે, જે 33wના ચાર્જિંગને સપોર્ટ કરશે. ડિવાઈસમાં 16 MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો હશે.અને આ ફોન બે કોન્ફિગ્રેશન 6GB+128 GB સ્ટોરેજ અને 8GB રેમ+128GB સ્ટોરેજ સાથે લોન્ચ થઈ શકે છે. સ્માર્ટફોનના બીજા સ્પેસિફિકેશનની હાલ કોઈ જાણકારી મળી નથી..

આ ફોન મિટીયોર બ્લેક, સ્ટારગેઝ વ્હાઈટ અને સનબર્સ્ટ ગોલ્ડ કલર ઓપ્શનમાં લોન્ચ થશે. અને આ સ્માર્ટફોન કંપનીની 9 સીરિઝનો 5મો સ્માર્ટફોન હશે. અને આ પહેલા કંપની Realme 9i, 9 5G, 9 5G SE, 9 Pro અને 9 Pro Plus લોન્ચ કરી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.