છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાખીને  ભાજપ સરકારે ૧૬ લાખ કરોડ રૃપિયાથી વધારાની લૂટ ચલાવી છે- કોંગ્રેસનો વાર

ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ૩૦ ડોલરની આસપાસ થઇ ગયા છે ત્યારે સરકારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો કરવો જોઇએ અને આ ત્રણેયના ભાવ વર્ષ ૨૦૦૪ના સ્તરે લઇ જવા જોઇએ તેમ કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ  પેટ્રોલના ભાવ ૬૦ રૃપિયાથી નીચે લઇ જવાની માગ કરી છે.

કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટર પર વડાપ્રધાન મોદીને સંબોધીને જણાવ્યું છે કે તમે કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને પાડવામાં એટલા વ્યસ્ત છો કે તમે એ જોવાનું ભૂલી ગયા કે વૈશ્વિક ઓઇલના ભાવમાં ૩૫ ટકાનો ઘટાડો થયો છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી-શાહે પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડી ક્રૂડના ઘટેલા ભાવનો લાભ પ્રજાને આપવો જોઇએ.

સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લા ૧૫ વર્ષની નીચલી સપાટીએ આવી ગયા છે. હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૩૫ થી ૩૮ ડોલર થઇ ગયો છે. ક્રૂડનો આ ભાવ વર્ષ ૨૦૦૪માં હતો.

સૂરજેવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અબજો રૃપિયા કમાઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાખીને  ભાજપ સરકારે ૧૬ લાખ કરોડ રૃપિયાથી વધારાની લૂટ ચલાવી છ.

સૂરજેવાલાએ જણાવ્યું હતું કે ૨૦૧૪માં પેટ્રોલ પર ૯.૨ રૃપિયા અને ડીઝલ પર ૩.૪૬ રૃપિયા એકસાઇઝ ડયુટી હતી. જે હાલમાં વધારીને પેટ્રોલ પર ૧૯.૯૮ રૃપિયા અને ડીઝલ પર ૧૫.૮૩ રૃપિયા વસુલ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.