સુરતના પિકો નજીક હાઇવે પર કેમિકલ ચોરીનો લાખોનું કૌભાંડ ઝડપાયું છે. નેશનલ હાઇવે નંબર 48 પીપોદરા ગામ નજીક કેમિકલ ચોરી બાતમી મળતા કોસંબા પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન હાઈવે ની બાજુમાં સેટ ભાડે રાખી ચાલતા કેમિકલ ચોરીનું નેટવર્ક નો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મોટી સંખ્યામાં મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.જેમાં ધટના સ્થળેથી ૧૫ લાખનો વધુનો કેમિકલ જથ્થો જપ્ત કર્યો છે. ટ્રક ચાલક તેમજ કામદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થળ પરથી ૫૦ વધુ ૨૨૦ લિટરનાં કેમિકલ બેરલો, ૨ નંગ ૫૦૦૦ લિટર નાં ટાંકા તેમજ ૪ જેટલાં ૨૫૦૦ લિટરનાં ખાલી ટાંકા કબ્જે કર્યો છે.
https://www.youtube.com/watch?v=Vzh0P8RldxU
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.