ઈનકમટેક્સ વિભાગે ચેન્નાઈના એક આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર ગૃપ પર પાડેલા દરોડામાં 1000 કરોડનુ કાળુ નાણુ પકડાતા ખળભળાટ મચી ગયો છે.
આવકવેરા વિભાગની ટીમોએ મદુરાઈ, ચેન્નાઈ સહિત તામિલનાડુમાં પાંચ સ્થળે દરોડા પાડ્યા બાદ દાવો કર્યો છે કે, આ દરોડામાં 1000 કરોડ રુપિયા હાથ લાગ્યા છે અને આ એવી રકમ છે જેનો કોઈ હિસાબ કિતાબ નથી.
અધિકારીઓના કહેવા પ્રમાણે સિંગાપુરમાં રજિસ્ટર થયેલી એક કંપનીના શંકાસ્પદ રોકાણના પૂરાવા આ દરોડા દરમિયાન મળી આવ્યા છે.બીજી બે કંપનીઓ પણ આ આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપમાં શેર હોલ્ડર છે.જે કંપની પર દરોડો પાડવામાં આવ્યો છે તેની પાસે કંપનીના 72 ટકા શેર છે અને તેની સામે તેનુ રોકાણ સાવ મામૂલી છે.બાકીના શેર બીજી કંપની પાસે છે અને તેનુ રોકાણ વધારે છે.આ રીતે લગભગ સાત કરોડ સિંગાપુર ડોલરનો ફાયદો કરાવાયો છે.આ રકમ 200 કરોડ ભારતીય રુપિયા થવા જાય છે.જોકે કંપનીએ તેની જાણકારી આપી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.