સાકરિયાએ પોતાના ટેલેન્ટથી લોકોને ખુબ પ્રભાવિત કર્યા છે. સાકરીયાએ પોતાની 4 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય તેણે નિકોલસ પૂરનનો શાનદાર કેચ પણ પકડ્યો હતો. જેને જોઇને આંખો પર વિશ્વાસ કરવા મુશ્કેલ હતો.
સાકરીયાની માતાનું ઇન્ટરવ્યૂ શૅર કરતા સહેવાગે કહ્યું કે, ચેતન સાકરિયાના ભાઇએ થોડા મહિના પહેલા જ સુસાઇડ કર્યુ હતુ. જેના કારણે તેની મોત થઇ હતી. તેના પેરેન્ટ્સે તેને 10 દિવસ સુધી આ વાત જણાવી નહોતી કારણકે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ક્રિકેટ આના જેવા યુવાન અને તેના પેરેન્ટ્સ માટે કેટલી મહત્વની છે તે જાણી શકાય છે.
ચેતનના પિતા ટ્રક ડ્રાઇવર હતા અને ત્રણ એક્સિડેન્ટ થયા બાદ હવે તે પથારીવશ છે અને કમાણી કરવા અસમર્થ છે. ચેતનની માતાએ કહ્યું કે ફેમિલીને સપોર્ટ કરવા ચેતન એક સ્ટેશનરીની દુકાન પર કામ કરતો હતો. સાકરિયાને જ્યારે ખબર પડી કે તેનો ભાઇ આ દુનિયામાં નથી રહ્યો ત્યારે એક અઠવાડીયા સુધી તેણે કોઇ સાથે વાત નહોતી કરી કે ના કંઇ ખાધુ હતુ.
પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.
જે બાદ ચેતન પરફોન્સ માટે મુંબઈ ગયો અને આખરે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું. જે બાદ 1.20 કરોડમાં રાજસ્થાનની ટીમે ખરીદી લેતા હવે ચેતનનું ભવિષ્ય ઉજ્વળ બન્યું છે.
ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તે અંદર-16માં પસંદ થયો અને તેમને અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સઁચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.