રાજસ્થાન રોયલ્સ માટે ગયા વર્ષે બધી 14 મેચ રમનાર ભાવનગરમાં જન્મેલા ચેતન સાકરીયાનેઆ વર્ષે દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા હતા. તેઓ ભારત માટે પણ બે ટી20 અને એક વન ડે મેચ રમી ચુક્યા છે, પરંતુ આ સીઝનમાં IPLમાં રમવાનો મોકો નહોતો મળી રહ્યો.અને આ ભૂલને ગુરુવારે રાત્રે દિલ્હીએ સુધારી અને સીઝનની પહેલી જ મેચની પહેલી જ ઓવરમાં સકારીયાએ પોતાની વેલ્યૂ જણાવી દીધી.
સિઝનમાં દિલ્હી કેપિટલ્સની સાતમી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરને બીજી જ ઓવરમાં ચેતન સાકરીયાએ ઝટકો આપ્યો. આરોન ફિંચ સાત બોલમાં 3 રન બનાવીને ક્લિન બોર્ડ થયા.અને પોતાની પહેલી જ મેચની પહેલી જ ઓવરમાં વિકેટ મળ્યા બાદ સકારીયા ઘણા ખુશ જોવા મળ્યા.
આ ખાસ વિકેટની ખુશી ખાસ અંદાજમાં મનાવવામાં આવી. જાપાની એક્શન કાર્ટૂન સીરીઝ Dragon Ball Zનાં કેરેક્ટર ગોકૂની સિગ્નેચર સ્ટાઈલ મેદાન પર કરી બતાવીને આ વિકેટ સેલિબ્રેટ કરવામાં આવી.અને આ નવી સીઝનમાં સકારીયા નવા પ્રકારે ખુશી મનાવતા જોવા મળ્યા. ગત સીઝન સુધી તેઓ માર્શલ સુપરહીરો સીરીઝનાં બ્લેક પેન્થરની એક્ટિંગ કરતા હતા, પરંતુ હવે પોતાના ફેવરીટ ફૂટબોલર ઓબમેયાંગને કારણે હવે તેમણે પણ પોતાની સેલિબ્રેશન સ્ટીલ ચેન્જ કરી છે.
સેલિબ્રેશન વિષે વાત કરતા ચેતન કહે છે કે આ એક ભાવાત્મક સેલિબ્રેશન હતું.અને આ મારા સ્વર્ગીય પિતા માટે હતું. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે હું કોઈ ઇન્ટરનેશનલ બેટ્સમેનને ક્લિન બોલ કરું. તેમણે કહ્યું કે આ સેલિબ્રેશન દ્વારા હું મારા પિતાને કહી રહ્યો હતો કે મેં કરી બતાવ્યું.
ચેતન સાકરીયાનાં આ સેલિબ્રેશને સુનીલ ગાવાસ્કરનું ધ્યાન ખેંચ્યું અને જે એ સમયે કોમેન્ટરી બોક્સમાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.