ડિજિટલાઇઝેશનના આ યુગમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. અવનવી તરકીબ અપનાવી ડિજિટલ ક્રાઇમને અંજામ આપતા સાયબર ક્રિમિનલ્સ દિનબદિન વધુ અપડેટ થઇ રહ્યા છે તો પોલીસ આ આધુનિક ક્રાઈમ સામે ધરાર લાચાર પુરવાર થઇ રહી છે. અત્યાર સુધી એટીએમ હેકિંગ, એટીએમ, ક્લોનિંગ, ટેલિફિશિંગ કે બેંક ઓફિસરના નામે ઓટીપી માંગી બેંક એકાઉન્ટ સફાચટ કરી નાંખતા ભેજાબાજોએ હવે ઓટીપી માંગ્યા વગર ફ્રોડ કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે.પહેલા ભેજાબાજો બેંકના ઓફિસર તરીકે કોલ કરી કેવાયસી અપડેટ કરવાના બહાને કે એટીએમ કાર્ડ-ક્રેડિટ કાર્ડ બ્લોક થઇ ગયો હોવાનું કહી પીન નંબર અને બાદમાં મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ) લઇ બેંક એકાઉન્ટના પાવર હસ્તગત કરી બારોબર બેંક બેલેન્સ ઝીરો કરી નાંખતા હતા.છેલ્લા પાંચેક વર્ષમાં ભેજાબાજો આ રીતે સંખ્યાબંધ લોકોની બેંકમાં મૂકેલી બચત ઓહિયા કરી ગયા છે. ઓટીપી માંગી બેંક એકાઉન્ટ હેક કરવાના આ બનાવો સામે પોલીસ માથું ખંજવાળી રહી છે ત્યારે હવે ભેજાબાજો ઓટીપી માંગ્યા વગર પોતાના મનસૂબા પાર પાડી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.