પશ્ચિમ બંગાળના 5 જિલ્લાની 44 બેઠકો પર આજે ચોથા ફેઝ માટે વોટિંગ ચાલુ છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં હિંસા થઈ હોવાની ખબરો પણ આવી છે. કૂચબિહારમાં સિતાલકુચીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપાના સમર્થકો એકબીજા સાથે ભીડી ગયા હતા. આ ઝડપમાં 4 લોકોના મોત અને અન્ય 4 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. આરોપ છે કે CISFની ફાયરિંગમાં આ લોકોને ગોળી વાગી છે.
હુબલીમાં ભાજપના નેતા લોકેટ ચેટર્જીની કાર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. તેમના વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી. તેના પછી સુરક્ષા બળોના ઘણા પ્રયાસો પછી તેમને સુરક્ષિત રીતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેના પછી ચૂંટણી આયોગ સાથે આ ઘટના અંગેની વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે મારી ગાડીને તોડી મને મારવાની કોશિશ કરવામાં આની છે.
પોલિંગ બુથની બહાર ફારિંગમાં મત નાખવા આવેલા એક યુવકનું મોત થયું છે. ઘટના સ્થળે ઘણા ક્રૂડ બોમ્બ પણ મળી આવ્યા છે. આ ઘટના પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના પથી હાલાત પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
બંને જ પક્ષો પોત-પોતાના ઉમેદવારો પર થયેલા હુમલા માટે એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. દક્ષિણ હાવડા વિદાનસભા સીટથી બીજેપી ઉમેદવાર રંતિદેવ સેનગપુ્તા 10.30 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર અજાણ્યા લોકોએ નારેબાજુની સાથે હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં ઉમેદવાર બચી ગયા હતા પરંતુ તેમની ગાડીને ઘણું નુકસાન પહોંચ્યું હતું. બીજેપી ઉમેદવાર રંતિદેવ સેનગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઉકસાવવા પર આ રીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ઉત્તર બંગાળના કૂચબિહાર જિલ્લાના માથાભંગા વિધાનસભા હેઠકના ટીએમસીના ઉમેદવાર ગિરીદ્રનાથ બર્મન પર પણ હુમલો થયો હોવાનો આરોપ સત્તાધારી દળ તરફથી લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.