મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે સવારે ભાજપની સરકાર બન્યા બાદથી જ માહોલ ગરમાયો છે. NCP નેતા અજીત પવારની મદદથી બનેલી ભાજપ સરકાર બન્યા બાદ કોંગ્રેસ સતર્ક થઈ ગઈ છે.
કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને મહારાષ્ટ્રની બહાર મોકલવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાંજે 5 વાગ્યાની ફ્લાઈટમાં ભોપાલ લઈને જશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે સવારે તે થયુ જેની કોઈને કલ્પના સુદ્ધાં નહોતી કરી. શુક્રવારે રાત સુધી જ્યાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર બનતા જોવા મળી પરંતુ સવારે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારને ડેપ્યુટી સીએમ પદના શપથ લેતા જોયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.