બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે ઉપર મુસ્લિમો દ્વારા સીએએ અને એનઆરસી બિલના વિરોધમાં વગર પરવાનગીએ રેલી યોજી જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં બેકાબૂ ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય ષડ્યંત્રકારો પૈકી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખની શુક્રવાર રાત્રે ધરપકડ કરી વડગામ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કરતા ખળભળાટ મચી ગયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાનૂન બિલ લોકસભામાં મંજૂર કર્યા બાદ દેશભરમાં વિરોધના વંટોળ વચ્ચે હિસાઓ ફટી નીકળી હતી. દરમિયાન વડગામ તાલુકાના છાપી ખાતે વિરોધમાં રેલી યોજવા મંજૂરી માગવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા મંજૂરી રદ કરવામાં આવી હતી તેમ છતાં રેલી યોજવા આયોજકો મક્કમ રહેતા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ યાસીન બંગલા સહિત ચાર ઇસમોને પોલીસે ડિટેઇન કરતા પ્રદર્શનકારો બેકાબૂ બની હિંસા ઉપર ઉતરી આવ્યા હતા.
પોલીસે મુખ્ય ષડ્યંત્રકાર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખની ધરપકડ કર્યા બાદ શનિવારે વડગામ કોર્ટમાં રજૂ કરાતા ના. વડગામ કોર્ટે આરોપી યાસીન બંગલાના નવ દિવસના (તારીખ 6-1-2020 સુધી) પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ તપાસમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ યાસીન બંગલાનું મુખ્ય આરોપીઓના નામ ખુલતા સીએએ બિલના વિરોધમાં હિંસા ભડકાવવામાં કોંગ્રેસ કનેક્શન બહાર આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.