છાપીમાં CAAના હિંસક વિરોધ મામલે 3000નાં ટોળાં સામે ફરિયાદ, મેવાણીનો રાઈટ હેન્ડ મુખ્ય આરોપી

બનાસકાંઠાના છાપીમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટનો ગુરુવારે હિંસક વિરોધ થયો હતો. જેમાં અમુક પોલીસકર્મીઓ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. ત્યારે આજે આ મામલે છાપી પોલીસે હિંસાના આ કેસ મામલે 3000 લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી છે. જેમાં રાયોટિંગ, પોલીસ પર હુમલા સહિતની કલમો ઉમેરવામાં આવી છે. તો આ ફરિયાદમાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાઈટ હેન્ડ અમરનાથ વસાવાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે.

બનાસકાંઠાના છાપીમાં સીએએના વિરોધમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેને કારણે ચક્કાજામ સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે અમુક લોકોની અટકાયત કરી હતી. જે બાદ આ આંદોલન હિંસક બની ગયું હતું. ત્યારે આ મામલે પોલીસે હિંસક પ્રદર્શન મામલે 3000 લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેમાં 22 વ્યક્તિઓનો નામજોગ ઉલ્લેખ છે.

છાપી હિંસા મામલે પોલીસ પર હુમલો, રાયોટિંગ, ગુનાહિત કાવતરું સહિતની કલમો લગાવી ફરિયાદ નોંધવામાં આવી છે. સરકાર વતી એલ.પી.રાણા ફરિયાદી બન્યા હતા. તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના રાઈડ હેન્ડ ગણાતાં અમરનાથ જનકુરામ વસાવાને મુખ્ય આરોપી ગણવામાં આવ્યો છે. છાપીનાં મોટાભાગનાં આગેવાનો સામે આ ગંભીર ગુનાઓ સાથેની પોલીસ ફરિયાદ નોંધાતા છાપીમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. તો પોલીસ ફરિયાદ બાદ અમુક આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.