છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1204 કેસ નોંધાયા, આજે 70000થી વધારે કોરોના ટેસ્ટ થયાં

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. દિનપ્રતિદિન વધી રહેલા પોઝિટિવ કેસનો આંકડો ચિંતાવધારે તેવો છે.  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1204 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2869 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1324 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1204 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 169 અને જિલ્લામાં 82 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 156 અને જિલ્લામાં 23 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 97 અને જિલ્લામાં 23 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 60 અને જિલ્લામાં 37 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,231 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 67,277 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2869 થયો છે.

રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 84,466 થયો છે. જેમાંથી 67,277 દર્દીઓ સ્વસ્થ થયાં છે અને 2869ના મોત થયાં છે.રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 72,857 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો  16,20,067 પર પહોંચ્યો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

 

અમદાવાદ 179
સુરત 251
વડોદરા 120
ગાંધીનગર 34
ભાવનગર 27
બનાસકાંઠા 23
આણંદ 14
રાજકોટ 97
અરવલ્લી 3
મહેસાણા 27
પંચમહાલ 44
બોટાદ 8
મહીસાગર 8
ખેડા 10
પાટણ 15
જામનગર 77
ભરૂચ 31
સાબરકાંઠા 9
ગીર સોમનાથ 17
દાહોદ 28
છોટા ઉદેપુર 5
કચ્છ 38
નર્મદા 11
દેવભૂમિ દ્વારકા 6
વલસાડ 4
નવસારી 9
જૂનાગઢ 32
પોરબંદર 8
સુરેન્દ્રનગર 3
મોરબી 20
તાપી 9
ડાંગ 8
અમરેલી 29

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.