સરકાર એક તરફ લોકડાઉન કરીને કોરોનાના વ્યાપને રોકવા માટે કોશિશ કરી રહી છે તો બીજી તરફ ઈન્ફોસિસના સોફ્ટવેર એ્ન્જિનિયરે કોરોના ફેલાવવા માટે ફેસબૂક પર અપીલ કરતા જ તંત્ર ચોંકી ઉઠ્યુ છે.
ઈન્ફોસિસે સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થયા બાદ તેને નોકરીમાંથી કાઢી મુકયો છે. પોલીસે તેની આ પ્રકારની હરકત બદલ ધરપકડ કરી છે.
સોફ્ટવેર એન્જિનિયરે પોતાના ફેસબૂક પર લખ્યુ હતુ કે, ચાલો સાથે મળીને બહાર નિકળીએ, ખુલ્લામાં છીંકો ખાઈએ અને વાયરસને ફેલાવીએ.. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટની ભારે ચર્ચા શરુ થઈ હતી. જેના પગલે તંત્ર એક્શનમાં આવ્યુ હતુ અને
પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
દરમિયાન ઈન્ફોસિસે જાહેરાત કરી છે કે, આ જે પોસ્ટ મુકાઈ છે તે ઈન્ફોસિસનો જ કર્મચારી છે અને તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.