ઝઘડિયા વિધાનસભા બેઠક પુત્ર સામે છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું

પિતા-પુત્ર સામ સામે મેદાનમાં-ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું…..

News Detail

પિતા-પુત્ર સામ સામે મેદાનમાં-ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું…..

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ૧૫૨ ઝઘડિયા વિધાનસભા બેઠક આજે ચર્ચાનું કેન્દ્ર બની હતી,ઝઘડિયા વિધાનસભા બેઠક પર સતત સાત ટમ થી જીત મેળવી પોતાનો દબદબો કાયમ રાખનારા છોટુ વસાવાએ આજે ખુદ પોતાના પુત્ર અને પાર્ટીની સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ઝઘડિયા બેઠક પરના રાજકીય માહોલ માં ખળભળાટ મચ્યો હતો,

છોટુ વસાવા ના પુત્ર મહેશ વસાવાએ બીટીપી ના સિમ્બોલ ઉપર ઝઘડિયા બેઠક થી પોતાની ઉમેદવારી નોંધાવી છોટુ વસાવા સામે જ પડતું મૂક્યું હતું જે બાદ છોટુ વસાવા ચૂંટણી લડશે કે કેમ તે અંગે ની ચર્ચાઓ જામી હતી જે તમામ ચર્ચાઓનો આજે અંત આવ્યો હતો,

આજે સવારે ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર તેઓના નાના પુત્ર કિશોર વસાવા એ દરખાસ્ત કરી સમર્થકો સાથે છોટુ વસાવાની અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું, અપક્ષ ઉમેદવારી કરવા જતાં પહેલાં છોટુ વસાવા એ પોતાની જીત ના દાવા સાથે સોશિયલ મિડિયા ના માધ્યમ થકી જણાવ્યું હતું કે ભાજપ સામે કોઇ લડી શકે તેમ નથીઃસાથે તેઓ ક્યાં પક્ષ કે સિમ્બોલ ઉપર લડશે તે બાબતે તેઓ જણાવ્યું હતું કે હું જ પક્ષ અને સિમ્બોલ છું તે પ્રકારનો હુંકાર કરી આજે પોતાની ઉમેદવારી કરી ઝઘડિયા બેઠક પરના રાજકીય માહોલ માં ગરમાવો લાગી મુક્યો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.