ઉધનામાં સોનલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ગેંગવોરમાં માથાભારે ચીકલીગરની ધાતકી હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. છેલ્લાં ધણાં સમયથી ચાલી રહેલી દુશ્મનાવટ બાદ સાગરિતો એ ચપ્પુનાં આડેધાડ ધા ઝીંકી કાળું ચીકલીટગરને જાહેરમાં રહેંસી નાખ્યો.
દોઢ માસથી રાહુલ એપાટઁમેન્ટ ગેંગ અને ચીકલીગરો વચ્ચે ધણાં સમયથી દુશ્મનાવટ ચાલી રહી છે. તેમાં દોઢેક માસથી તો દુશ્મની વરવું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગત ૦૪ જુલાઈ એ રવિવારે બપોરે ઉધના પાસે આવેલાં વાજપાઈનગરમાં રાહુલ એપાટઁમેન્ટનાં ધરથી બહાર જ ચીકલીગરોએ તલવાર સહિતના હથિયાર સાથે ધસી ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=yk_K_xe2Kao
મૃતક કાળુ ચીકલીગર માથા ભારે તરીકેની છાપ ધરાવતો હતો.તેનાં પિતા દારુનો વેપાર કરે છે. સામા પક્ષે રાહુલ એપાટઁમેન્ટનો ભાઈ અજય ઉર્ફે સિદ્નાથઁ પણ દારુનો વેપાર કરે છે.
આગામી દિવસોમાં ઉધનામાં લોહિયાળ જંગ થવાની દહેશત છે. પિરિસ્થિતિ ગંભીર જણાતાં પોલીસે આ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.