ચિદમ્બરમના જામીન સામેની સીબીઆઇની રિટને સુપ્રીમ કોર્ટે ફગાવી

– આઇએનએક્સ મીડિયા કેસ

– ગયા વર્ષે 22 ઓકટોબરે સર્વોચ્ચ અદાલતે ચિદમ્બરનને જામીન આપ્યા હતા

 

આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરને અપાયેલા જામીનની પુ:ન સમીક્ષા કરવાની સીબીઆઇની અરજીને સર્વોચ્ચ અદાલતે આજે ફગાવી દીધી હતી. ગયા વર્ષે ૨૨ ઓકટોબરે સુપ્રીમ કોર્ટે એમ કહીને જામીન આપ્યા હતા કે તેઓ દેશ છોડીને ભાગી જાય તેવા નથા કે પછી કેસમાંથી લાપતા બની જાય એવા પણ નથી.

જસ્ટિસ રંગનાથનના નેતૃત્વની બેન્ચે સીબીઆઇ દ્વાકા કરાયેલા સમીક્ષાની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ગયા વર્ષના તેમનો ચૂકાદામાં કોઇ જ ભુલ નથી કે તેની પર પુ:ન વિચારણા કરવાની પણ જરૂર નથી.’ખુલ્લી કોર્ટમાં સમીક્ષાની મૌખીક અરજીને અમે ફગાવીએ છીએ.

અમે સમીક્ષા અરજી  અને સબંધીત દસ્તાવેજો પર  ખુબજ કાળજીપૂર્વક વિચારણા કરી હતી  અને અમને સંતોષ છે કે જેના માટે સમીક્ષા કરવા અરજી કરાઇ હતી તેની પર ફરીથી સુનાવણી કરવા જેવી નથી’એમ જસ્ટિસ એ.એસ.બોપન્ના સાથેની બેન્ચે કહ્યું હતું.

‘આમ સમીક્ષાની અરજીને ફગાવવામાં આવે છે’એમ બીજી જૂનના ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું. આજે એ ચૂકાદાને કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયો હતો.ઉલ્લેખનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં ભ્રષ્ટાચારના મામલે ૧૫ મેના રોજ તેમનીસામે કરાયેલી ફરીયાદના પગલે ગયા વર્ષે ૨૧ ઓગસ્ટે ચિદમ્બરમની ધરપકડ કરાઇ હતી.

તેમની પર આરોપ હતો કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં ગેર રીતીઓ આચરવામાં આવી હતી. ચિદમ્બરમ નાણા મંત્રી હતા ત્યારે એટલે કે ૨૦૦૭માં રૂપિયા  ૩૦૫ કરોડના વિદેશી ફંડમાં ગેરરીતીઓ હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.