મુખ્યમંત્રીએ અમદાવાદ-સુરતની 5 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂર આપી- આ પ્રકારના વિકાસ કામો આ શહેરોમાં થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ૩ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે. ડ્રાફ્ટ ટી.પી મંજૂરીથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ થવા સાથે આંતરમાળખાકીય સવલતો મળતાં નાગરિક સુવિધામાં વધારો થશે

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ ૪૧૩–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.પ૪ ઓગણજ પણ મંજૂર કરી છે. મુખ્યમંત્રીએ ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. ૪૧૩ (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે.

આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ ૩પ.૦૩ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી ૬.૯૧ હેક્ટર્સમાં ૬ર૦૦ જેટલા EWS આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે પ.૯પ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૬.૧૯ હેક્ટર્સ તથા વેચાણ હેતુસર ૧પ.૯૭ હેક્ટર્સ જમીન મળશે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ ૭.૩૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીમાં ૧૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે ૧.૨૧ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.રર હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૪૩ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે ૧.૪૭ હેક્ટર્સ જમીન મળશે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ ૧૦,૯૦૦ EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને ૬૯.૪૧ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.