બગોદરા અકસ્માતમાં ભોગ બનેલા જૂડો સ્પર્ધાના મૃતક યુવાનોનાં પરિવારોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી સહાય ની જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર તા.ર૯મી ડિસેમ્બરે વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની જાહેરાત કરી છે

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં મૃતકોના આત્માની શાંતિની પ્રાર્થના પણ કરી છે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય પણ કર્યો છે કે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને વ્યક્તિ દિઠ રૂ. પ૦ હજારની સહાય અપાશે.
આ સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવામાં આવશે.

અકસ્માતનો ભોગ બનેલા અને ઇજાગ્રસ્ત થયેલાઓ વાપી ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૯ જૂડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહ્યા હતા ત્યારે અરણેજ બગોદરા માર્ગ પર આ કમનસીબ દુર્ઘટના બુધવારે સવારે સર્જાઇ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ઘટનાની જાણ થતાં જ તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર અને એસ.પી અને આરોગ્યના અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર નો પ્રબંધ કરવા સૂચના આપી હતી
આ અકસ્માતમાં ઈજા પામેલા વ્યક્તિઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સારવાર અપાઈ રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.