દિલ્હીની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે માટે મુખ્યમંત્રી કેજરીવાલે કર્યું મોટું એલાન..

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજધાનીમાં એક મહિનાનો દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ ઉજવવામાં આવશે અને તે આવનારી 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી એટલે કે 30 દિવસ સુધી ઉજવવામાં આવશે અને આમાં ઘણી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ મનાવવામાં આવશે અને આ ભારતનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ હશે તેમજ થોડા વર્ષોમાં અમે તેને વિશ્વનો સૌથી મોટો તહેવાર બનાવીશું.

આ ઉપરાંત કેજરીવાલે કહ્યું કે, દુનિયાભરના લોકોને દિલ્હીનો અનુભવ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આમાં યુવાનો, પરિવાર, વૃદ્ધો, અમીર, ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે કંઈકને કઈક તો હશે જ.

કેજરીવાલે કહ્યું કે, આખી દિલ્હીની બજારોને શણગારવામાં આવશે, દિલ્હી દુલ્હન બનશે. ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેમણે કહ્યું કે આધ્યાત્મિક, ગેમિંગ, ટેક્નોલોજી, વેલનેસ હેલ્થ સબપર પ્રદર્શન હશે. દેશભરમાંથી ટોચના કલાકારોને બોલાવવામાં આવશે, આવા 200 જેટલા કોન્સર્ટ હશે, ખાસ ઓપનિંગ-ક્લોઝિંગ સમારોહ હશે. આ સાથે ખાસ ફૂડ વોકનું પણ આયોજન કરવામાં આવશે.

તેમણે દાવો કર્યો કે, આનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે મોટી તક હશે. આનાથી હજારો નોકરીઓનું સર્જન થશે. દિલ્હીના સીએમએ કહ્યું કે આ એક એવો તહેવાર હશે, જેના દ્વારા દિલ્હીના લોકો, વેપારીઓ, સરકાર બધા એક ભાગીદાર તરીકે કામ કરશે. અને દિલ્હીવાસીઓએ તેને હોસ્ટ કરવાની તૈયારી શરૂ કરવી જોઈએ અને બહારથી ટિકિટ બુક કરવાનું શરૂ કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.