Short Description
ગુરુવારે સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર બે વ્યક્તિના મૃતદેહો શોધવાની કામગિરી ચાલી રહી પરંતુ આ મૃતદેહો હજુ સુધી મળ્યા નથી.
News Detail
મોરબી દૂર્ધટનાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે આ મામલે ખૂટતી કડીઓ શોધવાનું કામ સીટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઝૂલતા પુલ પરથી 135 લોકોના મોત થયા છે ગઈકાલે પૂછપરછ કરાયા બાદ ચીફ ઓફીસર સંદીપસિંગ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે.
જયસુખ પટેલનું મોબાઈલ લોકેશન હરીદ્વારનું મળી આવ્યું
આ ઉપરાંત 4 આરોપીના વધુ રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. મેનેજર તેમજ પેટા કોન્ટ્રાક્ટરને પકડી પાડવામાં આવ્યા છે અને તેમના રીમાન્ડ શનિવાર સુધીમાં મેળવવામાં આવ્યા છે. કરાર સહીતના દસ્તાવેજો પણ પોલીસે જપ્ત કર્યા છે. આ ઉપરાંત જેનું હજુ સુધી એફઆઈઆરમાં નામ નથી તેવા ઓરેવા કંપની માલિક કે જયસુખ પટેલનું મોબાઈલ લોકેશન હરીદ્વારનું મળી આવ્યું છે. ઓરેવા કંપનીએ બ્રિજનું રીનોવેશન 2 કરોડના ખર્ચે કરાવ્યું હતું.
ગુરુવારે સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું છે
ગુરુવારે સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર બે વ્યક્તિના મૃતદેહો શોધવાની કામગિરી ચાલી રહી પરંતુ આ મૃતદેહો હજુ સુધી મળ્યા નથી. તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે.
મોડી રાત્રે નગરપાલિકા ચીફને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો
નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની તપાસ સમિતિએ તપાસ હાથ ધરતાં સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોડી રાત્રે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે સંદીપસિંહ ઝાલાએ ઓરેવા કંપનીની કન્સ્ટ્રકશન સાઈટની ચકાસણી કર્યા વગર જ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. સંદીપસિંહ ઝાલાના કાર્યકાળ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર પર સંદીપ સિંહે પણ હસ્તાક્ષર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.