રાજયમાં ફરી એકવાર મુખ્ય સચિવની (CHIEF SECRETARY) બદલીની સંભાવનાઓ જોવામાં મળી રહી છે. ગુજરાત કેડરનાં (GUJARAT CADRE) 1987 બેચનાં રાજકુમારને (RAJ KUMAR) ગુજરાત સરકારના (GUJARAT GOVERNMENT ) મુખ્ય સચિવ બનાવાશે તેવી અટકળો તેજ બની છે.
જયારે પંકજ કુમારને ખસેડાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. સરકારનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે. જેનાં કારણે ગુજરાત કેડર બેચનાં સનદી અધિકારી અને કેન્દ્ર સરકારમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ડીપાર્ટમેન્ટનાં સેક્રેટરી રાજ કુમારને માત્ર સચિવ બનાવાય તે બાબત તર્કસંગત નથી.
તેઓને હવે ગુજરાતમાં પરત ફરે ત્યારે સીધા જ તેમને મુખ્ય સચિવના પદ પર મુકવામાં આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.