ફોન પર વીડિયો જોવા કે ગેમ રમવા દરમિયાન ઊંઘ આવી જાય તો સ્માર્ટફોન હાથમાંથી છૂટીને ચહેરા પર પડે છે. તેને કારણે બાળકો ડેન્ટલ ટ્રોમાથી પીડાઇ રહ્યાં છે. કેટલાંક બાળકોને તો એટલી ગંભીર ઇજા થાય છે કે તેમને હોસ્પિટલ લઇ જવાની જરૂર પડે છે. એઇમ્સે આવી દસ બાબતોને આંતરરાષ્ટ્રીય સ્તર પર રિપોર્ટ કરી છે. સાથે લોકોને ચેતવ્યા છે કે નાનાં બાળકો સૂઇને સ્માર્ટફોન ન જુએ, કેમ કે સ્માર્ટફોન પડવાથી બાળકોને દાંત અને નાકમાં ફ્રેક્ચર થઇ શકે છે.
- સ્માર્ટફોન બાળકો માટે છે ખતરનાક
- ડોક્ટરોએ પેરન્ટ્સને ચેતવ્યા
- સ્માર્ટફોનની આદતથી બાળકોના હાડકાં અને દાંત થાય છે નબળા
સ્માર્ટફોનથી બાળકોને થાય છે નુકસાન
એઇમ્સના ડેન્ટલ સેન્ટરના સહાયક પ્રો. નીતેશ તિવારીએ જણાવ્યું કે એઇમ્સમાં બે વર્ષ પહેલા ડેન્ટલ ટ્રોમા રજિસ્ટ્રીની શરૂઆત થઇ હતી. તેમાં ચહેરાની ઇજાથી પીડાઇને હોસ્પિટલ પહોંચનાર બેથી ૧૬ વર્ષની ઉંમરના પીડિત બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. તેમનો હેતુ એ હોય છે કે કેવી રીતે અકસ્માતમાં બાળકો ચહેરા અને દાંતની ઇજાથી પીડાય છે.
ડિસેમ્બરમાં આંકડા કાઢતાં નવી વાત એ જાણવા મળી કે સ્માર્ટફોનથી બાળકોનો ચહેરો ઇજાગ્રસ્ત થઇ રહ્યો છે. ત્રણ મહિનામાં સાડા ત્રણ વર્ષથી આઠ વર્ષ સુધીની ઉંમરવાળા ૧૦ બાળકો ઇલાજ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સાત બાળકોઆરામથી સૂઇને વીડિયોગેમ જોઇ રહ્યાં હતાં, બે બાળકો સૂતાં સૂતાં સેલ્ફી લઇ રહ્યાં હતાં. આ દરમિયાન સ્માર્ટ ફોન તેમના હાથમાંથી છૂટીને ચહેરા પર પડ્યો.
હાડકાં અને દાંત થાય છે નબળા
તેમના સ્માર્ટ ફોનનું વજન ૧૭૦ ગ્રામથી લઇને ૨૫૦ ગ્રામ સુધી હતું. ઇજાને કારણે બાળકોનાં દાંત હલવા લાગ્યા તો કેટલાકના હોઠ ફાટી ગયા હતા. બે બાળકોના દાંતનો ભાગ તૂટી ગયો હતો. તેમણે જણાવ્યું કે બે વર્ષથી છ વર્ષની ઉંમર ધરાવતાં બાળકોનાં હાડકાં અને દાંત નબળાં હોય છે. સ્માર્ટફોનનું વજન એટલું હોય છે કે બાળકોનો ચહેરો ઇજાગ્રસ્ત થઇ શકે છે. સૂતા સૂતા વીડિયો જોતાં ઘણી વાર ઊંઘ આવવા લાગે છે. આથી સ્માર્ટફોન હાથમાંથી છૂટીને મોં પર પડી જાય છે. ડેન્ટલ ડોક્ટરોના આંતરરાષ્ટ્રીય સંગઠને આ બાબત તરફ ધ્યાન દોર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.