માટે પડદો પડી જવાનો ભય
– ચીન વિશ્વના સૌથી વધુ 69787 સ્ક્રીન ધરાવે છે
– થિયેટરોના માલિકોએ ચીન ફિલ્મ એસોસિયેશન અને સ્ક્રીનિંગ- ડિસ્ટ્રીબ્યુશન ફેડરેશન સમક્ષ વેદના ઠાલવી
– કોરોના ઇફેક્ટ : ચીનમાં બોક્સ ઑફિસની રૂા. 30,000 કરોડની આવક ધોવાઈ ગઈ
ચીન ફિલ્મ એસોસિયેશન ડિસ્ટ્રીબ્યુશન અને સ્ક્રીનિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવેલા સર્વે પ્રમાણે ચીનના ૪૨ ટકાથી વધુ થિયેટરો કાયમ માટે બંધ થઈ જશે. આ સર્વે થિયેટરોના માલિકોને પૂછીને જ કરવામાં આવ્યો હતો.
ચીનમાં ૨૩ જાન્યુઆરીથી તમામ સિનેમા થિયેટર બંધ છે અને ચીનની સરકાર હવે કોરોનાનો વાયરસ સમગ્ર દેશમાં ફરી વળે તેવી કોઈ પરિસ્થિતિને નિર્માણ આપવા નથી માંગતી. ચીન વિશ્વમાં સૌથી વધુ ૬૯૭૮૭ સ્ક્રીન ધરાવે છે. જેમાં વર્ષ ૨૦૧૯ના એક જ વર્ષમાં ૯૭૦૮ સ્ક્રીન નવા ઉમેરાયા હતા. ચીન અમેરિકા પછી વિશ્વમાં બીજા નંબરની બૉક્સ ઑફિસ વર્થ ધરાવે છે.
થિયેટરના માલિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનાથી થિયેટરો સદંતર બંધ છે. દેશ અને વિશ્વ સંપૂર્ણપણે કોરોનામુક્ત બને તે પછી જ થિયેટરો પુનઃ શરૂ થઈ શકે જે અંદાજે બીજા ત્રણથી છ મહિના સુધી થઈ શકે તેમ લાગતું નથી.
થિયેટર શરૂ થાય તો પણ દર્શકો આવવાનું ટાળશે આમ આ વર્ષે તો થિયેટરો તેની પૂરી ક્ષમતા સાથે શરૂ થાય તેમ લાગતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.