ચીનના અખબારમાં ઉશ્કેરણીજનક અહેવાલ, ભારત કોઈ પણ સમયે હુમલો કરી શકે છે

ચીન દ્વારા લદ્દાખ મોરચે સર્જવામાં આવેલા તનાવની વચ્ચે ચીનનુ મિડિયા અને નિષ્ણાતો ચીનના લોકોને ભારતની સામે ભડકાવી રહ્યા છે.

ચીનના અખબારે ચીનના લશ્કરી નિષ્ણાતોને ટાંકીને એવો અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, લદ્દાખ મોરચે ભારતે પોતાના સૈનિકોની સંખ્યા બમણી કરી નાંખી છે અને એટલે ડ્રેગને કોઈ પણ સમયે ભારતના અચાનક હુમલા માટે તૈયાર રહેવુ પડશે.

ચીનના નિવૃત્ત લશ્કરી અધિકારી વોન્ગ હોન્ગુઆંગને ટાંકીને કહેવાયુ છે કે, ભારતને એલએસી પર 50000 સૈનિકોની જ જરૂર હોય છે પણ તેણે એક લાખ સૈનિકોને સરહદ પર મોકલી આપ્યા છે.જેમાંથી મોટાભાગના ચીનના વિસ્તારોથી માંડ 50 કિલોમીટર દુર તૈનાત છે. તેઓ ગણતરીના કલાકોમાં ચીનની સરહદમાં પ્રવેશી શકે છે.

ઈસ્ટર્ન થિએટર કમાન્ડના પૂર્વ ડેપ્યુટી કમાન્ડર રહી ચુકેલા વોન્ગે કહ્યુ છે કે, નવેમ્બર પહેલા ચીન ઢીલ મુકી શકે તેવી સ્થિતિ માં નથી.વોન્ગે આ નિવેદન એવા સમયે આપ્યુ છે જ્યારે બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.