ચીને અમારી સાથે જે કર્યું તે અમે ક્યારેય નહીં ભુલી શકીએ: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીન જે રીતે વૈશ્વિક રોગચાળાને ફેલાવામાં નિષ્ફળ રહ્યું અને જે રીતે અમેરિકાનું અર્થતંત્ર નિષ્ફળ રહ્યું તેને અમેરિકા ક્યારેય નહીં ભુલી શકે.

ટ્રમ્પે રવિવારે એક ચુંટણી રેલીમાં કહ્યું કે અમેરિકા પોતાનાં આર્થિક પુનરોધ્ધારનાં માર્ગે હતું અને સારૂ પ્રદર્શન કરી રહ્યું હતું, પરંતું ચીનથી આવેલા વાયરસની ઝપેટમાં આવી ગયું, તેમણે કહ્યું કે અમારૂ અર્થતંત્ર સૌથી સારી સ્થિતીમાં હતું અને ફરી અમે ચીનનાં પ્લેગની ઝપેટમાં આવી ગયાં, જેને અમે  ક્યારેય નહીં ભુલીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું જણાવવા માંગુ છું કે અમે 20 લાખ લોકોની જીંદગી બચાવી છે,પરંતું જે થયું તે થવું જોઇતું ન હતું, અમે એ પરંતું ચીને અમારી જ કર્યું છે તે અમે ક્યારેય નહીં ભુલી શકીએ. ચીનનાં વુહાન શહેરમાં ગત ડિસેમ્બરમાં કોરોના વાયરસ ફેલાવાનો શરૂ થયો હતો.

ટ્રમ્પ સતત બિંજીંગ પર તેની માહિતી ગુપ્ત રાખવાનો અને તેને ફેલાવાને રાકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા રહ્યા છે, દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધુ અમેરિકા જ પ્રભાવિત થયું છે,  તેનાં કારણે દેશાં 90 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે, અને 2,31,000થી વધું લોકોનાં મોત થઇ ચુક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.