ચીનની અમેરિકાને ખુલ્લી ધમકી: વીચેટ બંધ કરશો તો આઇફોન અને એપલ અટકાવી દઇશુ

– ચીની વિદેશ મંત્ર્યાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું

ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી હતી કે તમે અમારી વી ચેટ એપ પર પ્રતિબંધ લાદશો તો ચીની પ્રજા આઇ ફોન અને એપલ વાપરવાનું બંધ કરી દેશે. છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે સતત મૈં મૈં તૂ તૂ ચાલી રહ્યું હતું.

અમેરિકાએ ગયા પખવાડ઼િયે ચીની એપ્સ બંધ કરવાની ધમકી ઉચ્ચારી હતી. ટીક ટૉક અંગે તો ટ્રમ્પે બે માસની મુદત સુદ્ધાં જાહેર કરી હતી. એક અમેરિકી કંપની ટીક ટૉક ખરીદી રહી હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા. ભારતે ચીની એપ્સ પર પ્રતિબંધ લાદ્યો એ પછી અમેરિકાએ પણ અમેરિકી એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વી ચેટ પર બૅન મૂકવાનો સંકેત કર્યો હતો. આ સમાચાર મળતાં જ ચીનના વિદેશ ખાતાના પ્રવક્તા ઝાઓ લિઝિયાને શુક્રવારે ટ્વીટર પર એવી ધમકી મૂકી હતી કે અમેરિકા વી ચેટ પર પ્રતિબંધ મૂકશે તો ચીની પ્રજા અમેરિકી બનાવટના આઇ ફોન તથા એપલ વાપરવાનુ બંધ કરી દેશે. તેમણે એવો દાવો કર્યો હતો કે ચીનની પ્રજા પહેલેથી કહી રહી હતી કે વી ચેટ પર અમેરિકા બૅન જાહેર કરે તો આપણે આઇફોન વાપરવાનું બંધ કરી દઇશું.

અત્યાર અગાઉ શોર્ટ વિડિયો શેરિંગ એપ ટીક ટૉક પર ભારતે બૅન મૂકી દીધો હતો. અમેરિકા એના પર બૅન મૂકવાનો વિચાર કરી રહ્યું હતું. એટલામાં વી ચેટની વાતો વહેતી થઇ હતી અને ચીને અમેરિકાને ટ્વીટર પર ધમકી આપી દીધી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.