ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર હજુ પણ યથાવત છે. દુનિયાભરનાં ઉદ્યોગપતિઓ અને ટ્રેડ સાથે જોડાયેલાં દિગ્ગજોની નજર ચીન અને અમેરિકાની આ ટક્કર વચ્ચે છે. આ વચ્ચે ટ્રેડવોરનો ફાયદો ઉઠાવીને એક ભારતીય અરબપતિ બની ગયો છે. ભારતીય ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફ હાલમાં જ ફોર્બ્સનાં 100 ભારતીય અમીરોની લિસ્ટમાં 87મું સ્થાન હાંસલ કર્યું છે. તેઓની કંપની યુનાઈટેડ ફાસ્ફોરસ લિમિટેડનાં શેરોમાં આ વર્ષે 31 ટકાના વધારાને કારણે ફોર્બ્સે તેઓની સંપત્તિનું આંકલન 1.69 અરબ ડોલર કર્યું છે.
1969માં શ્રોફે માચિસમાં ઉપયોગમાં લેવાતાં ફોસ્ફરસ બનાવવાની શરૂઆત કરી હતી. તે વિદેશી કંપનીની તુલનામાં સસ્તું ફોસ્ફરસ બનાવતા હતા. હાલમાં જ રજ્જુના એક નિર્ણયને કારણે આ વર્ષે કંપનીની આવકમાં અસાધારણ નફો થયો હતો. રજ્જુએ ફ્રેબુઆરીમાં અમેરિકાની એરિસ્ટા લાઈફસાયન્સને 4.2 અરબ ડોલરમાં ખરીદી લીધી હતી. આ વચ્ચે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરને કારણે અમેરિકામાં એગ્રો કેમિકલ્સ ચીનથી ઈમ્પોર્ટ કરવું મોઘું પડતું હતું. અને આ જ મોકો જોઈને રજ્જુશ્રોફે પોતાની ખરીદેલી કંપની મારફતે અમેરિકી બજારમાં ઘૂસ મારી લીધી અને ફક્ત ચાર મહિનામાં જ કંપનીનું વેચાણ 6 ટકા સુધી વધી ગયું હતું.
એટલું જ નહીં, રજ્જુ શ્રોફને બીજો ફાયદો ચીનથી પણ થયો. જ્યારે ચીને બ્રાઝિલથી સોયાબીન ઈમ્પોર્ટ કરવાનું શરૂ કર્યું તો ભારતીય કંપની પાસેથી એગ્રો કેમિકલ ઉત્પાદન ખરીદ્યા. હવે બંને તરફથી કંપનીમાં થયલે બમણા ફાયદાને કારણે જુલાઈમાં શેર માર્કેટમાં કંપનીના પ્રતિ શેર 709 રૂપિયા સુધી પહોંચી ગયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.