દુનિયાભરમાં સનસનાટી મચાવનારા ભયાનક એવા કોરોના વાયરસને લઈને ચીન મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આ વાયરસથી ચીનમાં મૃતાંક અનેક ઘણો વધારે હોવાનું કહેવાય છે પણ ચીન માત્ર 500ની આસપાસ જ તેને દેખાડી રહ્યું છે. તેવી જ રીતે કોરોના વાયરસની ઉત્પત્તીને લઈને પણ ચીન તરફ દુનિયાભરમાંથી આંગળી ચિંધાઈ રહી છે. હવે એક નવી ઘટના સામે આવી છે.
ચીનની સરકારે ગુરુવારના રોજ કોરોના વાયરસથી કંટાળીને સુપ્રિમ પીપુલ્સ કોર્ટમાં અરજી કરી હતી કે, જેમાં કોરોના વાયરસથી પીડિત 20 હજાર દર્દીઓને એક સાથે મારવાની મંજૂરી માંગી છે? સોશિયલ મીડિયામાં આ વિષય ઉપર ખૂબ જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર તે પણ પ્રસારિત થઈ રહ્યું છે કે, ચીનમાં પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત 25 હજાર લોકોની મોત થઈ ચૂકી છે અને ચીન આ હકીકતને છુપાવી રહ્યું છે.
ચીની સરકારનો દાવો છે કે, આ વાયરસથી પીડિતોની સારવાર દરમિયાન તબીબો અને નર્સો પણ તેના ભરડામાં આવી જાય છે. માટે તેને વધુ આગળ વધતો અટકાવવા માટે કોરોના વાયરસથી પીડિત એવા 20 હજાર લોકોને મોતને ઘાટ ઉતારવા શિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
5 ફેબ્રુઆરી 2020ના રોજ એબી-ટીસી એટલે કે, સિટી ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે, ચીની પ્રશાસન કોરોના વાયરસથી પીડિત 3 હજાર લોકોની સામૂહિક હત્યા કરવા માટે અદાલત પાસે મંજૂરી મેળવવાની તૈયારી કરી રહ્યું છે. સાથે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસથી અન્ય લોકોને રોગી બનતા બચાવવા જોઈએ. ચીની અધિકારીઓ પણ આ માટે સુપ્રિમ કોર્ટની શરણમાં આવ્યું છે, પરંતુ જો આ વેબસાઈટની વિશ્વસનીયતા પર જશું તો, આ વેબસાઈટનો ઈતિહાસ ખોટી જાણકારી ફેલાવવાનો હોવાથી આ અફવાને ખોટી જ માનવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.