ચીનમાં કેર મચાવનારા કોરોના વાયરસે દેશની રાજધાની દિલ્હીમાં પણ દેખા દીધી છે. ભારતમાં મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ અને બિહાર બાદ હવે દિલ્હીમાં પણ કોરોના વાયરસના સંદિગ્ધ મળ્યા છે.
ડકોટર રામ મનોહર લોહિયા હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કહ્યું કે તેમની પાસે કોરોના વાયરસના ત્રણ કેસ આવ્યા છે.ત્રણ દર્દીઓ હોસ્પિટલમાં સાવાર ચાલુ છે. તેઓના સેમ્પલ તપાસ માટે મોકલવાં આવ્યા છે.દિલ્હી ઉપરાંત ચંદીગઢમાં પણ કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં
પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 100ને પાર થયો છે. અત્યાર સુધી ચીનમાં જ કોરોના વાયરસથી 106 લોકોના મોત થયા છે. જ્યારે 1300 નવા કેસ સામે આવ્યા છે. સેન્ટ્રલ હુબેઈ પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના મતે 24 વધુ લોકોના મોત થાય છે અને 1291 થી વધુ લોકો સંક્રમિત થયા છે.
અત્યાર સુધી ચાર હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝરના મહાનિર્દેશકો પણ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિથી માહિતગાર તવા ચીન પહોંચ્યા છે. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે વુહાન પહોંચીકોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.