ચીનમાં ભયંકર ખાદ્યાન્ન સંકટ, અન્ય દેશોમાં ખેતી માટે ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

હાલના દિવસોમાં મોટું ખાદ્યાન્ન સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અર્થશાસ્ત્રીઓ પ્રમાણે છેલ્લા થોડા વર્ષોમાં ચીન સતત દુનિયાભરના ઘણાં દેશો સાથે કરવામાં આવેલા ખાદ્યાન્ન કરારને રદ્દ કરી રહ્યું છે. મોટા ભાગના કરારમાં મોટા પાયે ખાદ્ય પદાર્થોનું આદા-પ્રદાન સામેલ છે. ચીને આ માટે કરાર કર્યાં હતા પરંતુ હવે ચીન આ કરારને રદ્દ કરી રહ્યું છે. તેનાથી માનવામાં આવી રહ્યું છે કે ચીન એક મોટા ખાદ્યસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બોર્ડર પર તણાવ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યું છે.

આ વર્ષે ચીનનો ખાદ્ય ફુગાવો 13.2% વધ્યો છે. આ સામાન્ય ચીની વ્યક્તિ દ્વારા સામાન્યપણે ઉપભોગ થતી મોટા ભાગની ખાદ્ય ઉત્પાદનો ઘટી છે જેમાં અનાજથી માંડી માંસ પણ સામેલ છે. ચીન દુનિયાભરમાંથી ખાદ્ય ઉત્પાદનોની આયાતનો સહારો લઈ રહ્યું છે. સ્થિતિ એ છે કે ચીનને લગભગ બધી જ મુખ્ય ખાદ્ય પદાર્થોની આયાત કરવી પડી રહી છે. સ્ટેટેસ્ટીક્સ વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે સૌથી વધારે ખપતવાળા માંસ, પોર્કની કિંમતોમાં 86% સુધીનો વધારો થયો છે.

ચીનના કસ્ટમ વિભા અનુસાર દેશે આ વર્ષના પહેલા 6 મહિના દરમિયાન પોતાના અનાજની આયાતમાં 22.7%નો વધારો કર્યો છે. જેનાથી ખાદ્યાન્ન આયાતમાં 74.51 મિલિયન ટનની વૃદ્ધિ થઈ છે. જોકે ચીન છેલ્લા કેટલાંક વર્ષોથી સોયાબિનનું સૌથી મોટો ઉત્પદક દેશ રહ્યો છે તેમ છતાં પોતાના કટ્ટર હરિફ અમેરિકા પાસેથી આ વર્ષે 40 મિલિયન ટન સોયાબિન આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે.

આયાતના આંકડાઓથી જાણવા મળે છે કે આ વર્ષે જુનમાં ચીનની ઘઉંની આયાત સાત વર્ષના ઉચ્ચ સ્તર પર થઈ ગઈ છે. આનાથી જુન 2020 દરમિયાન 910,000 ટન ઘઉંની આયાત કરી. તેનો અર્થ એ છે કે દરવર્ષના આધાર પર 197%નો વધારો થયો છે. આ સિવાય તેણે 880,000 ટન મકાઈ, 680,000 ટન જુવાર અને 140,000 ટન ખાંડની આયાત કરી છે.

ચીનમાં હવે ખેતી યોગ્ય જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય અનુસાન તેની ખેતી યોગ્ય જમીન સતત ચાર વર્ષથી ઘટી રહી છે. ગત વર્ષની તુલનામાં 60,900 હેક્ટર ખેતીલાયક જમીન ઘટી છે. ખાદ્યઉપભોગ અને ખાદ્ય ઉત્પાદન વચ્ચે અંતરને પુર્ણ કરવા માટે ચીને ઘણાં આફ્રિકન, દક્ષિણ અમેરીકા સહિત જિબૂતિ, નાઈજીરિયા, જીમ્બાબ્વે, ચિલી, અર્જેન્ટિના, કંબોડિયા, લાઓસ વગેરેમાં ઉપજાઉ ભૂમિ ખરીદવા અને પટ્ટા પર લેવાનું શરૂ કરી દીધું છે. ચીને વિદેશોમાં ખેતીલાયક જમીન ખરીદવા માટે લગભગ 94 બિલિયન અમેરીકન ડોલર ખર્ચ્યા છે.

ચીનમાં કૃષિ ઉત્પાદન એટલું ઘટી ગયું છે કે ચીનના સરકારી સ્ટેટ ગ્રેન રિઝર્વ સિસ્ટમ હેઠળ જુન-જુલાઈમાં માત્ર 45 મિલિયન ટન ઘઉં ખરીદી શકે છે. જે ગત વર્ષની તુલનાએ 17.2% ઓછું છે. સુપર્વાઈઝર્સનું માનવું છે કે ઓછા પાકના લીધે ખેડુત ખાદ્ય પદાર્થનો સંગ્રહ પણ કરી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ખાદ્યસંકટ છે. તેઓ આશંકાઓથી ઘેરાયેલા છે જેના લીધે સરકારને માલ નથી વેચી રહ્યાં, કહેવામાં આવી રહ્યું  છે કે ચીની સરકાર નાગરિકો પર દબાણ કરી રહી છે કે તે સરકાર સાથે પોતાના ખાદ્યાન્નનો સંગ્રહ પણ કરે જેથી એ મેસેજ જાય કે કોઈ ખાદ્યાન્ન સંકટ નથી.

તજજ્ઞોનું એવું પણ માનવું છે કે ચીન પોતાના સહયોગી પાકિસ્તાનની જમીન પર પણ ડોળો નાખીને બેસ્યું છે. બલૂચિસ્તાનના પ્રાકૃતિક સંસાધનોનું શોષણ કરવા સિવાય હવે ચીનની નજર સિંધ પર છે. ચીન દ્વારા પાકિસ્તાનની જમીનનો ઉપયોદ કરવા પર સંસ્થાગત મંજુરી માટે હાલમાં જ પાકિસ્તાન સાથે કૃષિ સહયોગ પર એક સમજુતી કરી છે. ચીને હવે કૃષિ ક્ષેત્રમાં પ્રદર્શન પ્રોજેક્ટ્સના ઉદ્દેશ્યથી ઘણી પાકિસ્તાનની જમીનમાં માલિકી મેળવી લીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.