ચીનની કંપનીએ અમેરિકાને વેચ્યા 50 લાખ નકલી N95 માસ્ક, ન્યાય વિભાગે દાખલ કરી ફરિયાદ

કોરોના રોગચાળાંથી એક તરફ સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે, ત્યાં જ ચીનની કંપનીઓ તેનો ફાયદો ઉઠાવવા તેમનો તકલાદી માલ સપ્લાય કરી રહ્યા છે.

ચીનની એક કંપનીએ અમેરિકાને 50 લાખ નકલી માસ્ક વેચી નાખ્યા, ત્યાર બાદ અમેરિકાનાં ન્યાય વિભાગે નકલી N95 માસ્ક વેચનારી કંપની પર ફરીયાદ દાખલ કરી છે.

ન્યુયોર્કનાં બ્રુકલિનમાં ફેડરલ અદાલતમાં દાખલ કરાયેલી ફરીયાદમાં ન્યાય વિભાગે કહ્યું કે ચીનનાં ગ્વાંગડોંગ સ્થિત કિંગ યર પેકેંઝિંગ એન્ડ પ્રિન્ટિંગે કથિત N95 માસ્કનાં ત્રણ બેંચ મોકલ્યા.

જેની કોરોના સામે રક્ષણ માટે ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે અમેરિકાનાં ખરીદકર્તાઓને જરૂરીયાત હતી, તે ફરિયાદ અનુસાર કંપનીએ જુઠ્ઠો દાવો કર્યો કે જે 4,95,200 માસ્ક મોકલ્યા છે.

તે  N95 માપદંડો પર ખરાં ઉતર્યા છે અને તે સાથે જ તે પણ દાવો કર્યો કે યુ એસ નેશનલ ઇન્ટીટ્યુટ ફોર ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ (NIOSH) દ્વારા પ્રમાણિત છે.

ફરિયાદમાં જણાવાયું છે કે માસ્કનાં આયાતકર્તાએ તેમના માટે 10 લાખ ડોલરથી વધુંની ચુકવણી કરી, તે સાથે જ તપાસ કરી રહેલા એફબીઆઇનાં એજન્ટ ડગ્લાસ કોર્નેલ્કીએ કહ્યું કે ચીનની કંપનીનાં આ કામથી અમેરિકન નાગરિકોની સુરક્ષાને મોટું નુકસાન પેદા થયું છે.

ચીનની કંપની પર મિસ બ્રાન્ડેડ, નકલી આરોગ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરવા અને યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ને મુર્ખ બનાવવા સહિતનાં ચાર આરોપ લગાવવામાં આવ્યા છે. પ્રત્યેગ આરોપમાં મહત્તમ 500,000 ડોલરનો દંડ ફટકારવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.