ચીનને કૉંગ્રેસનાં અધીર રંજનનો જોરદાર જવાબ, કહ્યું- અમે ઈંડા આપવા માટે હથિયાર નથી રાખ્યા

સરહદ પર ચીન પોતાની સીનાજોરીથી બહાર આવી રહ્યું નથી. એક તરફ વાતચીતમાં ડિસએન્ગેજમેન્ટ પર રાજી થાય છે. તો બીજી તરફ બૉર્ડર પર પોતાની સ્ટ્રેન્થ વધારી રહ્યું છે. ચીનનું આ બેવડું વલણ ભારતનાં ગળે ઉતરી રહ્યું નથી. મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસે બેધડક કહ્યું છે કે ભારત ચીનથી ડરવાનું નથી.

કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ એક વાતચીતમાં કહ્યું કે, “આપણે એ જ ભાષા બોલવી જોઇએ જે તેમને (ચીનને) સમજમાં આવે છે.’ ધમકીભર્યા અંદાજમાં ચૌધરીએ કહ્યું કે, “આપણા શસ્ત્રભંડારો ઈંડા આપવા માટે નથી.” કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકારનાં નિવેદનો છતા લદ્દાખ બૉર્ડર પર તણાવ છે. તેમણે કહ્યું કે, “ચીની ઘુસણખોરી ખત્મ થવાનું નામ નથી લઈ રહી. ચીને એગ્રેશન દેખાડ્યું છે. સામાન્ય લોકોનાં મનમાં આને લઇને બેચેની છે. આપણી સેનાનાં જવાનો ચીની ઘુસણખોરીને પાછી ખદેડવામાં સક્ષમ છે.”

ચૌધરીએ કહ્યું કે, “સરકાર ડિપ્લોમેટિક રીતે મુદ્દો ઉકેલવા ઇચ્છે છે. કોઈ વાંધો નથી, પરંતુ સ્થિતિ ખરાબ થઈ રહી છે. ચીન આપણને ડરાવવા ઇચ્છે છે, પરંતુ આપણે ડરવાનારાઓમાંથી નથી. આપણે એ જ ભાષા બોલવી જોઇએ જે એ સમજે છે. આપણે ઇંડા આપવા માટે હથિયારો નથી બનાવ્યા.” ચૌધરીએ ડિમાન્ડ કરી કે જ્યારે સંસદ સત્ર શરૂ થાય ત્યારે વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરે અને વર્તમાન સ્થિતિ વિશે જણાવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.