કોરોના વાઇરસની શરૃઆત ચીનથી થઇ હતી, બાદમાં તે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો. ચીનના જે માર્કેટમાં જીવતા પશુ, જીવજંતુ ખવાય છે ત્યાંથી આ રોગચાળાની શરૃઆત થઇ હતી. જેને પગલે હવે આ માર્કેટ ફરી ખુલી જતા વિશ્વના દેશોએ સંયુક્ત રાષ્ટ્રને ચીનની વિરુદ્ધ ફરીયાદ શરૃ કરી દીધી છે.
અગાઉ ચીન વિરુદ્ધ અમેરિકાએ કરોડો રૃપિયાનો દાવો માંડયો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ચીનના માસ મટન વેચી રહેલા માર્કેટ સામે સવાલો ઉઠાવ્યા છે અને તેને બંધ કરી દેવાની માગણી સંયુક્ત રાષ્ટ્રમાં કરી છે.
ચીનમાં એ માર્કેટ કે જ્યાંથી કોરોના વાઇરસ ફેલાવાની સૌથી પહેલા શરૃઆત થઇ હતી અને સૌથી વધુ લોકોને અસર કરી હતી તેને ફરી ખોલી નખાયું છે. એટલુ જ નહીં અહીં ચામાચીડિયા અને અન્ય પશુઓને વેચવામાં આવી રહ્યા છે કે જેનાથી વાઇરસ ફેલાવાની શક્યતા સૌથી વધુ રહેલી છે.
દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે વિશ્વ આરોગ્ય સંસ્થાને અપીલ કરી હતી કે
ચીનના માસ વેચાણ માર્કેટને બંધ કરી દેવામાં આવે કેમ કે આ માર્કેટમાં જે વસ્તુઓ વેચાય છે તે સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો બની રહી છે. હજારો લોકોએ જીવ ગૂમાવ્યો છે આ પરિસ્થિતિ વચ્ચે સ્કોટે કહ્યું હતું કે આવનારા દિવસોમાં ફરી આ માર્કેટમાંથી કોઇ નવો વાઇરસ ફેલાઇ શકે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.