ચીનમાં કોરોનાના નવા 46 કેસના પગલે ‘વોરટાઈમ ઈમર્જન્સી’ જાહેર

– ચીનમાં કોરોના વાઈરસે ફરી ઉથલો મારતાં અનેક બજારો બંધ

– બેઈજિંગમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ, આંતર પ્રાંતીય પ્રવાસ પર પ્રતિબંધ : શિનફાદી હોલસેલ માર્કેટમાં 517ના ટેસ્ટ કરાયા

બેઈજિંગમાં 10,000ના ન્યુક્લિક એસિડ ટેસ્ટ કરાયા

 

ચીનની રાજધાની બેઈજિંગ નજીક શિનફાદી મીટ માર્કેટમાં કોરોનાના નવા 46 કેસ નોંધાતા તંત્રે વોરટાઈમ ઈમર્જન્સી જાહેર કરી દીધી છે અને બેઈજિંગના સૌથી મોટા જથૃથાબંધ બજારને બંધ કરી દીધું છે.

બેઈજિંગના દક્ષિણ પ્રાંતમાં કોરોના વાઈરસના નવા કેસના પગલે 11 રહેણાંક એસ્ટેટમાં લૉકડાઉન લાગુ કરી દેવાયું છે. ઉપરાંત અહીંની નવ સ્કૂલો અને કિંડરગાર્ટન પણ બંધ કરી દેવાયા છે. વુહાનના સી-ફૂડ માર્કેટમાં સૃથાનિક સ્તરે સંક્રમિત થયેલા નવા છ કેસ સાથે ત્રણ દિવસમાં બેઈજિંગમાં કોરોનાના કુલ 46 કેસ નોંધાતા તંત્ર સાબદું થઈ ગયું છે.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે દેશમાં શુક્રવારે કોરોનાના કુલ 18 નવા કેસની પુષ્ટી થઈ હતી, જેમાંથી બેઈજિંગમાં સૃથાનિક સંક્રમણના 6 કેસનો સમાવેશ થાય છે. શુક્રવાર સુધીમાં લક્ષણ વિનાના 7 નવા દર્દી સામે આવતાં આવા દર્દીઓની કુલ સંખ્યા 98 થઈ છે.

વિશ્વમાં કોરોનાના આંકડા પર નજર રાખતી અમેરિકાની વેબસાઈટ જોન હોપકિન્સ યુનિવર્સિટી મુજબ ચીનમાં કોરોનાના કુલ 84,229 કેસ નોંધાયા છે જ્યારે કુલ મૃત્યુઆંક 4638 થયો છે.

બેઈજિંગમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતા કોરોના વાઈરસની મહામારી ફરીથી ઉથલો મારી રહી હોવા અંગે ચીનમાં ચિંતા ફેલાઈ ગઈ છે. બેઈજિંગના દક્ષિણ પશ્ચિમી ફેંગતાઈ જિલ્લામાં એક અિધકારી ચૂ જુનવેઈએ શનિવારે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લો ‘વોરટાઈમ ઈમર્જન્સી મોડ’માં છે.

શિનફાદી જથૃથાબંધ બજારમાં 517 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 45 લોકોના ગળાના સ્વેબ લેવાયા હતા. બધાના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જોકે તેમાંથી કોઈનામાં પણ બિમારીના લક્ષણ જોવા મળ્યા નથી. શહેરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શુક્રવારે નવા કેસ પોઝિટિવ આવ્યા હતા. બધા જ 6 દર્દીઓ શિનફાદી માર્કેટમાં ગયા હતા.

જોકે, શિનફાદી બજારમાં કામ કરનારા બે લોકો કેવી રીતે કોરોનાની ઝપેટમાં આવી ગયા તે સિૃથતિ સ્પષ્ટ થઈ નથી. અિધકારીઓએ શનિવારે સવારે 3.00 વાગ્યે જ શિનફાદી માર્કેટ બંધ કરી દીધું હતુું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાના નવા કેસ માર્કેટમાં સંક્રમિત વાતાવરણના સંપર્કમંથી સામે આવ્યા છે આૃથવા બજારમાં કોઈ સંક્રમિતોના સંપર્કમાં આવવાથી નવા છને કોરોના થયો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.