કોરોના વાયરસે ચીનમાં ત્રાહિમામ પોકારી રાખ્યો છે. જણાવી દઈએ કે, કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ છે. ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના પ્રકોપને કારણે મરનારાની સંખ્યા 636 થઈ ગઈ છે. જ્યારે કન્ફર્મ મામલાની સંખ્યા પણ વધીને 31161 થઈ ગઈ છે. ચીન સરકારે આ જાણકારી આપી છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, તેમને 31 પ્રાંતો અને શિંજિયાંગ પ્રોડક્શન એન્ડ કંસ્ટ્રક્શન કોર્પ્સ પાસેથી કોરોના વાયરસ સંક્રમણના કન્ફર્મ 3143 નવા મામલા અને 73 મોતોની જાણકારી મળી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, આ મોતોમાં 69 હુબેઈ પ્રાંતમાં, એક જિલિનમાં, એક હેનાનમાં, એક ગુઆંગદોંગમાં અને એક મોત હાઈનાનમાં થઈ છે.
એવામાં WHOના પ્રમુખે પણ શુક્રવારે ચેતવણી આપી કે, કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટેના માસ્ક અને અન્ય સુરક્ષા સાધનોની દુનિયાભરમાં કમી થઈ રહી છે. તેદરોસ અદહાનોમ ગેબ્રેયસસે જિનેવામાં WHOના કાર્યકારી બોર્ડને જણાવ્યું કે, દુનિયા સુરક્ષા ઉપકરણોની ભારે કમીનો સામનો કરી રહી છે.
આ બધાની વચ્ચે કોરોના વાયરસથી પ્રભાવિત ચીન અને અન્ય દેશોને આ મહામારીની લડાઈ માટે અમેરિકાએ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 7 અબજ 15 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. એવામાં અમેરિકાએ કોરોના વાયરસથી લડી રહેલા દેશોને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.