ચીને કોરોના વાઈરસની વેક્સિન બનાવી હોવાનો કર્યો દાવો, 10 કરોડ ડોઝ થશે તૈયાર

જેણે દુનિયાને કોરોનાનો જખમ આપ્યો, હવે તેણે જ દવા આપવાની ખુશખબર આપી છે. ચીની વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસ માટે 99 ટકા કારગર વેક્સિન બનાવવાનો દાવો કર્યો છે. આ વેક્સિનના લગભગ 10 કરોડ ડોઝ બનાવવાની તૈયારી ચાલી રહી છે. બીજિંગની બાયોટેક કંપની સિનોવેક એ આ વેક્સિન તૈયાર કરી છે. ચીનમાં લગભગ એક હજારથી વધારે વોલન્ટિયર પર આની ટ્રાયલ ચાલી રહી છે. જોકે હવે આ વેક્સિનનો સ્ટેજ 3 ટ્રાયલ બ્રિટનમાં કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

વેક્સિન બનાવનાર શોધકર્તાઓ સાથે જ્યારે એ પૂછવામાં આવ્યુ કે આ વેક્સિન કામ કરશે. તેના જવાબમાં રિસર્ચર્સ લુઓ બેશને કહ્યુ કે આ 99 ટકા કારગર સાબિત થશે. જોકે કંપની વેક્સિનનો સ્ટેજ 2ની ટ્રાયલ કરી રહી છે પરંતુ ચીનમાં કોરોના સંક્રમણના ઓછા કેસને જોતા વોલન્ટિયરની અછત પડી ગઈ છે.

જે બાદ રિસર્ચર્સે આની ટ્રાયલ યુરોપમાં કરવાનો નિર્ણય કર્યો છે. કંપની સિનોવેકે કહ્યુ કે અમે યુરોપના કેટલાક દેશોમાંથી ટ્રાયલ માટે વાતચીત કરી રહ્યા છીએ. આ સાથે જ યુકેને પણ વાતચીત કરવામાં આવી છે. જોકે વાતચીત હજુ શરૂઆતી તબક્કામાં છે. કંપની બીજિંગમાં એક પ્લાન્ટ પણ લગાવી રહી છે. આ પ્લાન્ટમાં લગભગ 10 કરોડ ડોઝ તૈયાર કરાશે.

પહેલો પ્રયોગ હાઈ રિસ્ત વાળા દર્દીઓ પર 

સિનવેકનું કહેવુ છે કે આ વેક્સિનનો પ્રયોગ સૌથી પહેલા હાઈ રિસ્ક વાળા દર્દીઓ પર કરાશે. આ દરમિયાન હેલ્થ વર્કર્સ અને મોટી ઉંમરના લોકો પર આનો ઉપયોગ કરવામાં આવશે. જોકે હજુ સ્ટેજ 2 ના ટ્રાયલમાં મહિના લાગશે. આ સાથે જ વેક્સિનની રેગ્યુલેટરી એપ્રૂવલ પણ જોઈશે.

ઉલ્લેખનીય છે કે મે મહિનાના શરૂઆતમાં ડ્રગ કંપની એસ્ટ્રેજેનેકાએ બી ઑક્સફર્ડ યુનિવર્સિટીની બનાવેલી વેક્સિનના 100 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવવાની વાત કહી હતી.

કંપનીએ કહ્યુ હતુ કે જો તમામ ટેસ્ટ સફળ રહ્યા તો આ સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યુ હતુ કે વેક્સિન યુકેની અડધી આબાદીની સારવાર કરવામાં સક્ષમ હશે. જો ટ્રાયલ સફળ રહે તો આ ઉનાળા સુધી તે સંભવ થઈ શકશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વેક્સિનને લઈને દર્દીઓ પર ટ્રાયલ કરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.