સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ફરી એકવાર ચાઈનિઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે પબ્જી સહિત 118 ચાઈનિઝ મોબાઈલ એપ્લિકેશન પર આઈટી મંત્રાલયે પ્રતિબંધ મુક્યો છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવાયો હતો. હાલમાં જ સરકારે પહેલા 59 એપ પર પ્રતિબંધ લાદ્યો હતો જેમાં ટીકટોક પણ સામેલ હતું. બાદમાં વધુ 47 એપ પર પ્રતિબંધ મુક્યો હતો. જ્યારે આજે ફરી સરકાર તરફથી પબ્જી સહિત 118 એપ પર પ્રતિબંધ મુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.