ચીનને વધુ એક ફટકાર, બીએસએનએલએ 4જી ટેંડર રદ કર્યા

-ચીનને આર્થિક રીતે ઘેરવાની તૈયારી

– મેક ઇન ઇન્ડિયા અને ભારતીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપીશું : સરકારનો દાવો

ચીન સાથે સરહદે વિવાદ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ભારતે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. બીએસએનએલ અને એમટીએનએલએ પોતાના ૪જી ટેંડર રદ્દ કરી દીધા છે. જેને પગલે હવે નવા ટેંડર બહાર પાડવામાં આવી શકે છે.

સરકારે બીએસએનએલ અને એમટીએનએલને ચીની કંપનીઓનો સામાન ન ખરીદવાનો આદેશ આપ્યો હતો. જે બાદ ટેંડરને રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવા નવા ટેંડર મેક ઇન ઇન્ડિયા અને ભારતીય ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે નવી જોગવાઇ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બીએસએનએલ અને એમટીએનએલ પર સૌથી વધુ ચીની વસ્તુઓ ખરીદવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ સરકારે નવા આદેશ જારી કરીને ચીની વસ્તુઓની ખરીદી ન કરવા બીએસએનએલને કહ્યું હતું. ટેલિકોમ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાંં આવ્યું હતું કે ૪જી ફેસિલિટી અપગ્રેડેશનમાં કોઇ પણ ચીની કંપની દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનો ઉપયોગ નહીં કરવામાં આવે. ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે એક કેમ્પેઇન ચાલી રહ્યું છે. સરકારે ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધો લગાવી દીધા છે અને હવે ધીરે ધીરે અન્ય પ્રતંબિધો પણ લગાવવામાં આવી શકે છે.

ચીની કંપનીઓ ન જોઇએ, રેલવેનું ટેંડર પણ રદ કરાયું

ભારત ધીરે ધીરે ચીન સાથેનો વ્યાપાર સંબંધ તોડી રહ્યો છે. બીએસએનએલ બાદ હવે રેલવેએ પણ ટેંડરને રદ કરી દીધા છે. આશરે ૮૦૦ જેટલા કેમેરાને લઇને આ ટેંડર બહાર પાડવામાં આવ્યું હતું. વેંડરે કહ્યું હતું કે સ્પેસિફિકેશન ચીની કંપનીઓની તરફેણમાં હોઇ શકે છે જે બાદ આ ટેંડરને રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રેલવે પીએસયુ રેલટેલ દ્વારા ગત મહિને આ ટેંડર બહાર પાડવામાં આવ્યું હતું. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે અન્ય વેંડર્સ પાસેથી રીપ્રેઝન્ટેશન મેળવ્યું છે, તેઓ પણ સોલ્યૂશન ઓફર કરી શકે છે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમા રાખીને આખરે અમે આ ટેંડરને રદ કરી દીધુ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.