ચિન ગુસ્સે : જો પાકિસ્તાન ચીનને દેવુ નહીં ચૂકવે તો ચીન પાકિસ્તાન પર કબ્જો કરશે

પાકિસ્તાન આર્થિક દેવાની ભિસમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પાકિસ્તાન ન માત્ર આઇએમએફ સાથે ચીન પાસેથી પણ કરોડો રૂપિયા લઇને બેઠુ છે જેને ચુકવવા ભારે પડી શકે છે.ચીન આમ તો પાકિસ્તાનને પોતાનો મિત્ર દેશ ગણાવે છે જ્યારે બીજી તરફ તેણે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ ભડકાવીને કરોડો રૂપિયાની લોન આપી દીધી છે. જેની ચુકવણી કરવી પાકિસ્તાન માટે જરૂરી બની ગયું છે. એટલુ જ નહીં પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ પાસેથી પણ કરોડો રૂપિયા લઇ ચુક્યું છે.

હાલ પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાને આઇએમએફને જેટલી રકમ ચુકવવાની છે તેના બેગણા વધુ ચીનને ચુકવવાના બાકી છે. અને આ ચુકવણી આગામી ત્રણ વર્ષમાં કરવાની રહેશે. જેથી પાકિસ્તાન પર હાલ ચીન અને આઇએમએફનું દેવુ ચુકવવાની ભીસ વધી ગઇ છે.

જે તેને આવનારા દિવસોમાં મુશ્કેલીમાં મુકી શકે છે. આઇએમએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જૂન 2022 સુધીમાં ચીનને 6.7 અબજ ડોલરની રકમ ચુકવવાની બાકી છે. જો પાકિસ્તાન આ રકમ નહીં ચુકવી શકે તો તેના પર મોટુ દબાણ વધી જશે.

એવામાં ચીન પાકિસ્તાનના કોઇ ભાગ પર કબજો પણ કરી શકે છે.  એવા પણ રિપોર્ટ છે કે દેવા હેઠળ દબાયેલુ પાકિસ્તાન ગમે ત્યારે નાદારી પણ નોંધાવી શકે છે. પાકિસ્તાને આર્થિક વિકાસને બદલે ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદ પર જ ભાર મુક્યો જેને પગલે હવે તે બરબાદી તરફ આગળ વધી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.