એફબીઆઇએ ગયા અઠવાડિયે ચીન સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી
કોરોના વાયરસ ફેલાયા હાદથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધમાં તણાવ ઉભો થયો છે. કોરોના વાયરસ ફેલાવા માટે અમેરિકા ચીનને જવાબદાર ગણે છે. તો છેલ્લા કેટલાક દિવસથી અમેરિકા સતત ચીન પર હેકિંગના આરોપ લગાવી રહ્યું છે. અમેરિકી સરકારને પુરતો વિશ્વાસ છે કે ચીન કોરોના વાયરસની રસી અને સંશોધનની માહિતી ચોરવા માટે સતત જાસૂસી કરી રહ્યું છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ચીન અમેરિકાની હોસ્પિટલો, રિસર્ચ લેબ અને દવા બનાવતી કંપનીઓ પર સતત સાઇબર એટેક કરી રહ્યું છે. આમ કરીને તે કોરોના વાયરસના સંશોધન અને રસી સંબંધિત માહિતિની ચોરી કરવા માંગે છે.
અમેરિકા પણ આ હેકર્સની ઓળખ કરવામાં પુરી તાકાત લગાવી રહ્યું છે. અમેરિકામાં ચીન તરફથી જાસૂસી કરવાના આરોપ હેઠળ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઇએ ગયા અઠવાડિયે બે લોકોની ધરપકડ કરી છે. જેમાં એક વ્યક્તિને 36 લાખ ડોલરના ફ્રોડ માટે પકડવામાં આવયો છે. વાંગ નામનો આ વ્યક્તિ ચીન સાથે જોડાયેલો છે. તેને ચીન તરફથી 30 લાખ ડોલરનું ફંડ પણ મળ્યું છે. તેણે ચીનના 1000 જેટલા ટેલેન્ટ પ્રોગ્રામમાં ભાગ પણ લીધો છએ. આ બધી વિગતો તેણે અમેરિકી સરકારથી છુપાવી હતી.
વાંગ એક અમેરિકી નાગરિક છે, જેનો જન્મ ચીનમાં થયો છે. તેઓ હ્દય અને વારસાગત બિમારીના નિષ્ણાંત પણ છે. 1997ના વર્ષથી તેઓ ક્લીવલેન્ડ ક્લિનિક સાથે જોડાયેલા છે. હાલમાં જ તેમને આ ક્લિનિકમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આ સિવાય એક અન્ય વિજ્ઞાનીની પણ ધરપકડ કરી છે. જેમની ઉઁમર 63 વર્ષ છે અને તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનયરીંગના પ્રોફેસર છે, તેમનું નામ સાઇમન સૌ તોંગ આંગ છે. તેમને એક યુનિવર્સિટી સાથે ફ્રોડ કરવા અને ચીન સાથેના પોતાના સંબંધો છુપાવવાના આરોપસર પકડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ જમઆવી રહી છે કે અમેરિકામાં ઉચ્ચ અધિકારીઓ અને યુનિવ્રસિટીમાં સાઇબર એટેકનું જોખમ વધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.