ચીન હવે ડંડા-ભાલા સાથે લડવામાં ઉસ્તાદ તિબેટીયનોને સેનામાં કરી રહ્યુ છે ભરતી

ગલવાન ખીણમાં હાથોહાથની લડાઈમાં ભારતના સૈનિકોએ ચીનના સૈનિકોની કરેલી બરાબર ધોલાઈ બાદ ચીન હવે ચોંકી ગયુ છે.

સરહદ પર આ પ્રકારની અથડામણો ભવિષ્યમાં પણ થવાની શક્યતા નકારી શકાતી નથી અને તેના કારણે હવે ચીન પોતાની સેનામાં તિબેટના એવા લોકોની ભરતી કરી રહ્યુ છે જે લાકડી, ભાલા અને સળિયા જેવા હથિયારો સાથે લડવામાં ઉસ્તાદ છે.ચીન પોતાના સૈનિકોને આવા તિબેટિયન લોકો પાસેથી લાઠી, દંડા વડે લડવા માટે તાલીમ પણ અપાવી રહ્યુ હોવાનુ ચીનના એક અખબારનુ કહેવુ છે.આમ ચીને હવે ભારતના સૈનિકોથી ગભરાઈને નવો રસ્તો અપનાવ્યો છે.

ભારત અને ચીન વચ્ચે 1996માં એક કરાર થયો હતો.જેના ભાગરુપે બંને દેશના સૈનિકો એલએસી પર હથિયારોનો ઉપયોગ નહી કરે અને એક બીજા પર ગોળી નહી ચલાવે તેવુ નક્કી થયુ હતુ.જેના કારણે જ ગલવાન ખીણમાં ચીનના સૈનિકોએ કાંટાળા તાર ફીટ કરેલા દંડા, લોખંડના સળિયા જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો.જોકે ભારતના સૈનિકોએ તેનો જડબાતોડ જવાબ આપ્યા બાદ ચીન ચોંકી ઉઠ્યુ છે.

ચીનની દગખોરી બાદ ભારતની સરકારે સરહદ પર તેનાત સેનાને સંજોગો જોઈને હથિયારનો ઉપયોગ કરવા માટે છુટ પણ આપી દીધી છે.ચીનની જેમ હવે ભારતે પણ ભારે હથિયારો સાથે સરહદ પર તૈનાતી વધારી દીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.