ચીનના ઈશારે નાચતા નેપાળે, UNOમાં સરહદી વિવાદનો મુદ્દો ઉઠાવી ભારત વિરોધી કર્યાં ઉચ્ચારો

નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા યુનોની  મહાસભાના 75મા સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઓલીએ પાકિસ્તાનની જેમ ભારત વિરોધી ઉચ્ચારો કર્યા હતા અને ભારત સાથેની સરહદના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નેપાળ પોતાની પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે કટિબદ્ધ હતું. જો કે પોતાના સંબોધનમાં તેમણે કોઇ દેશનું નામ લેવાનું ટાળ્યું હતું.

તેમણે કહ્યું કે ગરીબી, આતંકવાદ, શસ્ત્રદોટ, પોલિટિકલ સ્પર્ધા, વ્યાપારી તનાવ, પૂર અને કોરોના જેવી આપત્તિઓ તથા વૈશ્વિક અસમાનતાના કારણે દુનિયાના ઘણીાવિસ્તારોમાં શાંતિ અને વિકાસની શક્યતાઓ રહી નહોતી. અદ્રશ્ય વાઇરસે આ બધી વિકૃતિઓને આપણી સમક્ષ સ્પષ્ટ કરી હતી.

તેમણે ઉમેર્યું કે નેપાળ પોતાની પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ કરવાની સાથોસાથ પાડોશીઓ અને દુનિયાભરના દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા કટિબદ્ધ હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે રોજગાર, અર્થતંત્ર, સામાજિક વ્યવસ્થા અને રોજિંદી રહેણીકરણી પર પ્રતિકૂળ અસર પડી હતી. તેમણે એવી હાકલ કરી હતી કે ગરીબ દેશો સુધી કોરોનાની વેક્સિન પહોંચે એ જોવાની શ્રીમંત દેશોની જવાબદારી હતી. લોકોને બીમારી અને ભૂખમરો બંનેથી બચાવવાની તમામ દેશોની સરકારની જવાબદારી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.