ચીન જૂન મહીનાના અંત સુધીમાં લાગુ કરી શકે છે હોંગકોંગ સુરક્ષા કાયદો, લોકોમાં ડરનો માહોલ

ચીનમાં કાયદો બનાવતી ટોચની સંસ્થા આ મહીનાના અંત સુધીમાં ત્રણ દિવસના એક સત્રનું આયોજન કરશે. આ સાથે જ હોંગકોંગ માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવાની સંભાવના વધી ગઈ છે. ચીનના આ પ્રસ્તાવિત કાયદાના કારણે અર્ધ સ્વાયત્ત ક્ષેત્રમાં તણાવની સાથે ભયનો માહોલ સર્જાયો છે.

એક અહેવાલ પ્રમાણે આગામી 28થી 30 જૂન દરમિયાન બેઈજિંગ ખાતે નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિની બેઠક યોજાશે. આ બેઠક શનિવારે સમાપ્ત થયેલા ત્રણ દિવસીય સત્રના માત્ર એક સપ્તાહ બાદ યોજાઈ રહી છે જે એક અસામાન્ય વાત છે કારણ કે એનપીસીની સ્થાયી સમિતિ સામાન્ય રીતે દર બે મહીને બેઠક યોજે છે.

આ તરફ ચીને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાતા ગુનાઓની તપાસ કરવા અને કેસ ચલાવવા હોંગકોંગમાં એક વિશેષ બ્યુરો સ્થાપિત કરવાની યોજના બનાવી છે. શનિવારના રોજ સરકારી મીડિયામાં જાહેર કરવામાં આવેલા સમાચારોમાં હોંગકોંગમાં લાગુ થનારા નવા વિવાદિત રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંગે કેટલીક જાણકારી આપવામાં આવી છે જેના દ્વારા આ વાતની ખબર પડી છે.

એક અહેવાલ

પ્રમાણે હોંગકોંગમાં ફાઈનાન્સથી લઈને ઈમિગ્રેશન સુધીની તમામ સરકારી વિભાગોની સંસ્થાઓ સીધી બેઈજિંગની કેન્દ્ર સરકાર પ્રત્યે જવાબદાર રહેશે.

ચીનની વિધાનસભાએ ગુરૂવારે હોંગકોંગ માટેના રાષ્ટ્રીય સુરક્ષા બિલના ડ્રાફ્ટને પસાર કર્યો હતો. આ કાયદાને લઈ ચીન પર અર્ધ સ્વાયત્ત હોંગકોંગના કાયદા અને રાજકીય સંસ્થાઓને નબળા પાડવાનો આરોપ લાગેલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.