ચીન કંઈક ભયંકર બાબત છુપાવી રહ્યું છે, ઈટાલી કરતા ચીનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ઘણી વધારે અને મૃતાંક ઓછો!!!

કોરોના વાયરસે સૌથી પહેલા ચીનના વુહાનમા જ હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું હતું. છેક ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસે ચીનમાં દેખા દીધી હતી. પરંતુ તેણે આ વાત આખી દુનિયાથી ઘણો સમય સુધી છુપાવી રાખી અને અનેક લોકો વાયરસની ચપેટમાં આવ્યા. હવે ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યાને લઈને સનસની દાવો કર્યો છે.

ચીન કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા લોકોનો સત્તાવર દર્શાવી રહ્યું છે તેના કરતા મૃત્યુઆંક વધારે ઊંચો હોવાની ચોકાવનારી વાત ચીનના બ્લોગરે કરી છે. ચીનના બ્લોગરે કરેલા ડેટા એનાલિસિસ પ્રમાણે તેણે દાવો કર્યો છે કે, ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ હોય શકે છે.

ચીનની કમ્યુનિસ્ટ સરકારનો તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન ઉપર સીધો કંટ્રોલ છે. આ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઈરસથી 3227 લોકોના મોત થયા છે અને 81093 લોકો પોઝિટિવ છે. આ વાઈરસ સૌથી પહેલા ચીનના વુહાન શેહરથી ફેલાયો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ મૃત્યુઆંક સામે ચીનના ઘણા નાગરિકોએ ડોક્યુમેન્ટ અને વીડિયો જાહેર કરીને પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ત્રણ મહિનામાં ચીનમાં 21 મીલિયન (બે કરોડ 10 લાખ) સેલફોન યુઝર ઓછા થઈ ગયા છે.

ન્યૂયોર્ક ખાતે રહેતા ચીનના બ્લોગર જેનિફર ઝેંગે 19 માર્ચના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવર ડેટા સાથે આ વાત કરી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, ફેબ્રઆરી 2020માં સેલફોન યુઝર 1.600957  બિલિયનથી ઘટીને 1.579927 બિલિયન થઈ ગયા છે. આ જ રીતે લેન્ડલાઈનના યુઝર છેલ્લા મહિનામાં 190.83 મિલિયનથી 189.99 મિલિયન એટલે કે 8 લાખ 40 હજારનો ઘટાડો થયો છે.

ચાઈના ટેલિકોમ નામની બીજી કંપની માટે 21 ટકા માર્કેટ છે. તેઓએ ડિસેમ્બર 2019માં 1.18 મિલિયન ખાતા નવા ખોલ્યા હતા. જ્યારે જાન્યુઆરીમાં 0.43 મિલિયન અને ફેબ્રુઆરીમાં 5.6 મિલિયન ખાતા ગુમાવ્યા હતા. ચીનમાં દરેક પુખ્ત વયની વ્યક્તિ પાંચ સેલફોન રાખી શકે છે. ચીનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સેલફોન નંબર દ્વારા ઓનલાઈન ભણી શકે છે.

લેન્ડલાઈનમાં ઘટાડાનું એક કારણ એ પણ કહેવામાં આવે છે કે દેશવ્યાપી ક્વોરેન્ટાઈનની જાહેરાતને માનવામાં આવે છે. પણ જો કોરોના વાઈરસમાં મોત થવાથી 10 ટકા પણ એકાઉન્ટ બંધ થયા હોય તો પણ તે નંબર બે મિલિયન થાય છે તેવો આ સમાચાર પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈટાલીમાં જે રીતે કેસની સામે મૃત્યુઆંક છે તે સૂચવે છે કે ચીને મૃત્યુઆંક છૂપાવ્યો છે. ઈટાલી કરતા ચીનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા ઘણી વધારે અને મૃતાંક ઓછો. જે દર્શાવે છે કે ચીન કંઈક ભયંકર બાબત છુપાવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.