-રસી બનાવવામાં પોતે અગ્રેસર હોવાનો એનો દાવો છે
કોરોના વિરોધી રસી બનાવવામાં પોતે અગ્રેસર છે એવો દાવો કર્યા બાદ હવે ચીન ફાઇઝરની રસી ખરીદી રહ્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા. એ સાથે એવો પણ સવાલ પૂછાઇ રહ્યો હતો કે શું ચીનને પોતાના વિજ્ઞાનીઓ કે રસી પર ભરોસો નથી કે ?
ચીને જર્મની સાથે ફાઇઝર-બાયોએનટેક રસી ખરીદવાનો સોદો કર્યો હતો. દુનિયા આખીને કોરોના વાઇરસનો ચેપ લગાડનારા ચીનને પોતાના દેશમાં બની રહેલી કોરોનાની રસી પર ભરોસો નથી એવું આ સોદા પરથી લાગતું હતું. અમેરિકા સાથેના એના સંબંધોમાં તનાવ હોવાથી કદાચ અમેરિકા પોતાને આ રસી વેચે નહીં એવા ડરે ચીને જર્મની સાથે ફાઇઝર બાયોએનટેક રસી માટે સોદો કર્યો હતો.
કોરોનાના વાઇરસ સામે દરેક વ્યક્તિને રસીના બે ડૉઝ આપવા પડે. ચીને દસ કરોડ ડૉઝ માટે સોદો કર્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા. અત્રે એ નોંધવું જોઇએ કે ફાઇઝર અમેરિકી કંપની છે જ્યારે બાયોએનટેક જર્મન કંપની છે. ફાઇઝર અને બાયોએનટેક બંનેએ સાથે મળીને રસી બનાવી છે જેને અમેરિકા અને બ્રિટને માન્યતા પણ આપી દીધી હતી. ચીને અમેરિકાનો સંપર્ક કરવાને બદલે જર્મનીનો સંપર્ક કર્યો હતો અને દસ કરોડ ડૉઝ રસીનો ઓર્ડર આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.