ચીનની શી જિનપિંગ સરકારે હવે ઉઈગર મુસ્લિમો બાદ દેશના ખ્રિસ્તી સમુદાયને હેરાન પરેશાન કરવાનુ શરુ કર્યુ છે.
ખ્રિસ્તીઓ પર જિનપિંગની સરકારે અત્યાચાર શરુ કરી દીદો છે.દેશના સંખ્યાબંધ રાજ્યો અને શહેરોમાં ખ્રિસ્તી ધર્મના પ્રતિકો હટાવી દેવાયા છે. પવિત્ર ક્રોસ અને મૂર્તિઓ તોડવામાં આવી છે. ઈસુ ખ્રિસ્તની તસવીરો હટાવીને જિનપિગં તેમજ માઓની તસવીરો લગાવવાના આદેશ ખ્રિસ્તીઓને સરકારે આપ્યા છે. જેનો વિરોધ કરનારા સાથે પોલીસ મારઝૂડ કરે છે.
સરકારના નવા આદેશ પ્રમાણે ખ્રિસ્તીઓએ ઘરમાંથી પણ ભગવાન ઈશુની તસવીરો અને ચર્ચોમાંથી ક્રોસ તેમજ મૂર્તિઓ હટાવવી પડશે.
મળતા અહેવાલ પ્રમાણે એક મહિનામાં સેંકડો ચર્ચોને સરકારે નિશાન બનાવ્યા છે. ખાસ કરીને પાંચ રાજ્યો અંશુઈ, જિયાંગ્સુ, હેબઈ, ઝેજિયાંગ અને અનહુઈના સેંકડો ચર્ચોમાંથી ધાર્મિક પ્રતિકો હટાવાયા છે.
દરમિયાન હુઆઈનૈન નામના શહેરમાં તો ધાર્મિક પ્રતિકો હટાવવા માટે 100 કર્મચારીઓની ટીમ ક્રેન લઈને પહોંચી હતી. લોકોએ તેનો વિરોધ કર્યો તો તેમની સાથે મારઝૂડ શરુ કરાઈ હતી.
ખ્રિસ્તીઓના સંગઠને ચર્ચો પર ચીનની સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહીની તસવીરો પણ જાહેર કરાઈ છે. ચીનના અધિકારીઓનુ કહેવુ છે કે, ઈમારતો પર કોઈ પણ પ્રકારની ધાર્મિક ઓળખ હોવી જોઈએ નહી. સમાનતા સ્થાપવા માટે આવો નિર્ણય લેવાયો છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ તો જાહેરાત પણ કરી છે કે, પાર્ટીના 8.5 કરોડ કાર્યકરો કોઈ પ્રકારના ધર્મનુ પાલન નહી કરે.
ચીનમાં 40 કરોડ જેટલા લોકો બૌધ્ધ, 6.7 કરોડ લોકો ખ્રિસ્તી અને દોઢ કરોડ લોકો મુસ્લિમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.