ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ભારતે ટીકટોક સહિતની 59 ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધ બાદ ચીન ચિંતામાં પડયુ છે.
ભારતના નિર્ણય બાદ પહેલી પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિયાને કહ્યુ છે કે, ચીન આ નિર્ણયની સમિક્ષા કરી રહ્યુ છે.ચીનને આ વાતની ચિતા છે.
ઝાઓએ કહ્યુ હતુ કે, ચીનની સરકાર હંમેશા પોતાની કંપનીઓને આંતરરાષ્ટ્રિય અને જે તે દેશના સ્થાનિક નિયમોનુ પાલન કરવા માટે કહેતી હોય છે.ભારત સરકારની જવાબદારી છે કે, તે ચીનની કંપનીઓના અધિકારોની રક્ષા કરે.
જોકે ભારત સરકાર આ એપ બેન કરવા પાછળનુ કારણ આપતા કહી ચુકી છે કે, એપ ચાઈનીઝ હોવાના કારણે નહી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેન કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.