ચીનનો લઘુમતી વિરોધી ચહેરો ફરી આવ્યો સામે, મસ્જિદ પાડીને બનાવ્યુ સાર્વજનિક શૌચાલય

ચીનની કમ્યુનિસ્ટ સરકારનો લઘુમતી વિરોધી ચહેરો ફરી એક વાર સામે આવ્યો છે. ચીને ઉઈગર મુસ્લિમોની સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયાસો હેઠળ શિંજિયાંગ પ્રાંતમાં મસ્જિદ પાડીને તે સ્થળે સાર્વજનિક શૌચાલય બનાવી દીધુ છે.

ચીન સરકાર દ્વારા 2018માં આ કાર્યને અંજામ આપવામાં આવ્યો હતો. શિંજિયાંગ પ્રાંતના આતુશના સુંગામ ગામમાં પહેલા મસ્જિદને જમીનદોસ્ત કરી દેવાઈ, પછી બે વર્ષ બાદ તે જ સ્થળે સાર્વજનિક શૌચાલય બનાવી દેવાયુ. જોકે, શૌચાલયનું સંચાલન હજુ શરૂ કરાયુ નથી.

સુંગાગ ગામના ઘરોમાં શૌચાલય છે અને આ ગામમાં પર્યટકોની અવર-જવર પણ નહીંવત છે. તેમ છતાં મસ્જિદ તોડીને શૌચાલય બનાવવાની સરકારની ઈચ્છાને સ્પષ્ટ કરે છે. સ્થાનિક લોકોનુ પણ કહેવુ છે કે ગામમાં સાર્વજનિક શૌચાલયની કોઈ જરૂરિયાત નથી. ચીન શિંજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસલમાનોને હેરાન કરતા આવ્યા છે. તેઓ તેમની સંસ્કૃતિ અને સભ્યકાને પૂરી રીતે ખતમ કરવા ઈચ્છે છે. જેથી મસ્જિદોને નિશાન બનાવવામાં આવી રહી છે. શિંજિયાંગમાં લગભગ 70 ટકા મસ્જિદોને નષ્ટ કરી દેવાઈ છે.

ગયા વર્ષે ચીને અજના મસ્જિદને પણ પાડી દીધી હતી. આ મસ્જિદના સ્થાને દારૂ અને સિગારેટની દુકાન ખોલવામાં આવી છે. જેનો ઉપયોગ ઈસ્લામમાં પ્રતિબંધિત છે. આ રીતે હોટન શહેર સ્થિત એક મસ્જિદને ધ્વસ્ત કરીને ત્યાં અંડરગારમેન્ટની ફેકટરી શરૂ કરવાના પ્રયત્નને અંજામ આપવામાં આવ્યો છે.

ઉઈગર માનવાધિકાર પ્રોજેક્ટ અનુસાર, બીજિંગે છેલ્લા ત્રણ વર્ષોમાં શિંજિયાંગમાં 10,000 થી 15,000 મસ્જિદોને નષ્ટ કરી દીધી છે. ગયા વર્ષે પ્રકાશિત એક રિપોર્ટમાં સેટેલાઈટ ચિત્રોના આધારે બતાવાયુ હતુ કે ચીને ટકલામકાન રેગિસ્તાન સ્થિત મુસ્લિમ ધાર્મિક સ્થળને પાડી દીધા છે. આ ધાર્મિક સ્થળ હોટનની મુસ્લિમો આબાદી વચ્ચે લોકપ્રિય હતુ. મસ્જિદ પાડ્યા બાદ આ જગ્યા વેરાન પડી છે.

ચીનમાં 22 મિલિયન મુસ્લિમ છે. જેમાં ઉઈગરોની આબાદી 11 મિલિયન છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઈચ્છે છે કે ઉઈગરો મુસ્લિમો સમગ્ર રીતે ચીનના નક્શામાંથી દૂર કરી દેવાય. આ માટે ઉઈગરોની જનસંખ્યાને નિયંત્રિત કરવા માટે ક્રૂર અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

તાજેતરમાં જ સામે આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ચીની સરકાર ઉઈગરો મહિલાઓનું જબરદસ્તી ગર્ભપાત કરાવી રહ્યા છે. લાખોની સંખ્યામાં ઉઈગર ચીનના ડિટેન્શન કેમ્પમાં બંધ છે અને મુશ્કેલીભર્યુ જીવન જીવવા મજબૂર છે.

ચીન મોટા પાયે મુસ્લિમોને હેરાન કરે છે તેમની સંસ્કૃતિને નષ્ટ કરે છે પરંતુ દુનિયાના મુસ્લિમ દેશ ખામોશ છે. પોતાને મુસ્લિમોના સૌથી મોટા નેતા કરાર દેનારા સાઉદી અરબ પણ પોતાનુ મોં બંધ રાખીને બેઠો છે. અહીં હાલ તુર્કી અને પાકિસ્તાનનુ પણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.