બેઈંજિગઃ દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખ 25 હજારને પાર જતી રહી છે. જ્યારે મોતનો આંકડો 1.50 લાખને પાર કરી ગયો છે. ચીનનાં વુહાનથી આ વાઈરસની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં આ વાઈરસે લગભગ દરેક દેશમાં સંક્રમણ ફેલાવ્યુ છે. ચીનને આ વાઈરસને કારણે ઘણી આલોચના સહેવી પડી છે. દુનિયાનો આરોપ છે કે, ચીન હજી પણ આ વાઈરસને લઈને ખોટું બોલી રહ્યુ છે.
ચીનનું કહેવું છે કે, આ વાઈરસ ચામાચિડીયાને ખાવાને કારણે માણસોમાં પહોંચ્યો છે. જ્યાંથી આ સંક્રમણ એકથી બીજા માણસમાં ફેલાતુ ગયુ છે. હવે ચીનમાંથી એક ડાયરી સામે આવી છે, જેને લખનારી વ્યક્તિએ પોતાના દેશનાં બધા જ જૂઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
ચીનની લેખિકા ફેંગ-ફેંગે ડાયરી લખી છે. આ ડાયરીને કારણે ચીન ઘણું ડરી ગયુ છે. તેણે લેખિકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ડાયરીમાં ચીનનાં બધા જ જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ છે.
ચીનના વુહાનથી શરૂ થયેલી આ મહામારીને લઈને ચીન ઘણું જુઠ્ઠુ બોલી રહ્યુ હતુ. ચીને પહેલાં તેની જાણકારી દુનિયાને આપી નહોતી. આરામથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં લોકો આવતા-જતા રહ્યા હતા. આ કારણે વાઈરસ ઘણા દેશોમાં ફેલાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.